‘શરમ આવવી જોઇએ’ ! સોશિયલ મીડિયા પર પંતની ખૂનથી લથપથ તસવીરો અને વીડિયો જોઇ ભડકી રોહિત શર્માની પત્ની

રોહિત શર્માની પત્ની રિતિકા સજદેહ થઇ ગઈ લાલચોળ, ગુસ્સામાં કાઢી ઝાટકણી, જાણો કેમ તકલીફ પડી આમને

ટીમ ઇન્ડિયાના સ્ટાર વિકેટકીપર બલ્લેબાજ ઋષભ પંતનો ગઇકાલના રોજ સવારે ભયાનક અકસ્માત થયો હતો. પંત દિલ્હીથી રૂડકી સ્થિત પોતાના ઘરે જઈ રહ્યો હતો, ત્યારે ઝોકુ આવી જતા તેની કાર ડિવાઇડર સાથે અથડાઇ પલટી ખાઇ ગઇ હતી અને કારમાં આગ પણ લાગી હતી, જેને પગલે કાર સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગઈ હતી. આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર પંતના અલગ-અલગ પ્રકારના વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જે બાદ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માની પત્ની રિતિકા સજદેહ ભડકી ગઈ છે.

વાસ્તવમાં, પંતનો અકસ્માત થતાં જ તેના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યા હતા. ઘણા વીડિયોમાં જોઈ શકાય છે કે પંત ખરાબ રીતે ઘાયલ છે. તેની કારમાં આગ લાગી હતી અને તેના પણ ઘણા વીડિયો વાયરલ થયા હતા. જો કે, આ વાત રોહિત શર્માની પત્ની રિતિકા સજદેહને પસંદ ન આવી. પંતના અકસ્માત બાદ રિતિકાએ ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પોસ્ટ કરી હતી. તેણે આ સ્ટોરીમાં લખ્યું છે કે,

“આ ક્ષણે દુઃખી થયેલા કોઈના આવા ફોટા અને વીડિયો પોસ્ટ કરવા માટે શરમ આવવી જોઇએ. તેઓ પણ આ સમયે તે નક્કી કરી શકતા નથી કે તેઓએ આ રીતે શેર કરવું જોઈએ કે નહીં. તેનો પરિવાર છે, મિત્રો છે, જેમને આ તસવીરો જોઈને ખૂબ જ ખરાબ લાગ્યું હશે. એક પત્રકારત્વ અને બીજું કોઈપણ સંવેદનશીલતા વગરનું. પંતના અકસ્માત બાદથી સોશિયલ મીડિયા પર તેની ઘણી તસવીરો અને વીડિયો વાયરલ થયા છે,

જેમાં તે લોહીથી લથપથ જોવા મળી રહ્યો છે. પંત હાલમાં ખતરાની બહાર છે પરંતુ લાગે છે કે તેને થોડા મહિના ક્રિકેટથી દૂર રહેવું પડશે. રિપોર્ટ અનુસાર, ઋષભ પંતની મર્સિડીઝ કાર દિલ્હી-દેહરાદૂન હાઈવે પર રોડ ડિવાઈડર સાથે અથડાઈ હતી, જેના કારણે આ અકસ્માત થયો હતો. રોહિત શર્મા અને રિતિકાની વાત કરીએ તો, રિતિકા હાલમાં પતિ રોહિત અને પુત્રી સમાયરા સાથે રજાઓ વીતાવી રહી છે.

Shah Jina