રોહિત શર્મા IPL વચ્ચે પત્ની-દીકરી સાથે ફેમીલી વેકેશન પર, વિતાવ્યો ક્વોલિટી ટાઇમ- શેર કરી તસવીરો
IPLની 17મી સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત ખૂબ જ ખરાબ રહી છે, ટીમ સતત ત્રણ મેચ હારી છે. આ દરમિયાન ચોથી મેચ પહેલા ટીમ બ્રેક પર છે. મુંબઈ ઈન્ડિયન્સના ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્મા પત્ની અને પુત્રી સહિત ટીમ સાથે જામનગરમાં વેકેશન માણી રહ્યો છે. રોહિતે પત્ની અને દીકરી સાથે ક્વોલિટી ટાઈમ વિતાવતી તસવીરો પણ શેર કરી છે.
રોહિતે શેર કરેલી તસવીરોમાં તે તેની પત્ની અને પુત્રી સાથે એન્જોય કરતો જોવા મળી રહ્યો છે. એક તસવીરમાં રોહિત રિતિકા અને દીકરીનો હાથ પકડીને ચાલતો જોવા મળે છે, જ્યારે અન્ય એક તસવીરમાં તે જેટ સ્કીઇંગની મોજ માણતો જોવા મળે છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે, જેમાં મુંબઇ ઇન્ડિયન્સની ટીમ વેકેશનનો આનંદ માણતી જોવા મળી રહી છે.
પાંચ વખતની વિજેતા મુંબઈ ઈન્ડિયન્સે તેમની આગામી ટુર સાથે ટૂંકા વિરામનો વિકલ્પ પસંદ કર્યો છે. MIની આગામી મેચ 7મી એપ્રિલે છે. હાલમાં ટીમ જામનગરમાં વેકેશન માણી રહી છે. આ વીડિયોમાં મુંબઈ ઈન્ડિયન્સના ભૂતપૂર્વ કેપ્ટન અને વર્તમાન કેપ્ટનની ઝલક સાથે સાથે લગભગ આખી ટીમ જોવા મળી રહી છે.
જણાવી દઇએ કે, હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સ માટે IPLની આ સિઝનની શરૂઆત સારી નથી રહી, અત્યાર સુધી આ ટીમને સતત 3 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.
મુંબઈ ઈન્ડિયન્સના ખરાબ પ્રદર્શન બાદ હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપ પર સવાલો ઉઠી રહ્યા છે. ક્રિકેટ ચાહકો કહે છે કે હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં મુંબઈ ઈન્ડિયન્સ સારુ પ્રદર્શન નથી કરી રહી.
View this post on Instagram
કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે હાર્દિકને કપ્તાની સોંપ્યા બાદ રોહિત ખુશ નથી અને તેના તેમજ હાર્દિક વચ્ચે બધુ બરાબર નથી, પણ સોશિયલ મીડિયા પરની આ અફવા વચ્ચે વેકેશનના વીડિયોમાં રોહિત અને હાર્દિક વાત કરતા જોવા મળી રહ્યા છે.
View this post on Instagram