SRH vs CSK: ભુવનેશ્વર કુમારનો ડાયરેક્ટ થ્રો સીધો જ લાગ્યો રવિન્દ્ર જાડેજાની પીઠ પર…પેટ કમિન્સે બતાવી દરિયાદિલી નહિ તો..

ભુવનેશ્વર કુમારે તો રવિન્દ્ર જાડેજાની પીઠ જ તોડી દીધી હતી, પેટ કમિન્સને કારણે ટળી મોટી બબાલ- જુઓ વીડિયો

ક્રિકેટ મેચમાં દરેક ખેલાડી જીતવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરે છે. તે પોતાના સાથી ખેલાડીઓ સાથે મળીને ટીમને જીત અપાવવા માટે સખત મહેનત કરે છે. પરંતુ જ્યારે આઈપીએલની વાત આવે છે, ત્યારે એક જ દેશના ખેલાડીઓ અલગ-અલગ ટીમો માટે રમતા હોય છે અને તેઓ પોતાના દેશના ખેલાડીઓ સાથે સ્પર્ધા કરે છે. આવી પરિસ્થિતિઓમાં કેટલીકવાર ખેલાડીઓ વચ્ચે પરસ્પર સંઘર્ષ પણ થતો જોવા મળે છે. ક્યારેક આ સંઘર્ષ બહુ ગંભીર બની જાય છે, ક્યારેક મજાકમાં તો ક્યારેક ભૂલથી…

સનરાઈઝર્સ હૈદરાબાદ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચમાં પણ કંઈક આવું જ બન્યું, જ્યારે ભુવનેશ્વર કુમારનો ડાયરેક્ટ થ્રો રવિન્દ્ર જાડેજાની પીઠ પર લાગ્યો. હૈદરાબાદમાં શુક્રવારે 5 એપ્રિલે ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ હતી. હૈદરાબાદના હોમ ગ્રાઉન્ડમાં મેચ હોવા છતાં પણ ચેન્નાઈ સુપર કિંગ્સ માટે જબરદસ્ત સમર્થન હતું. જો કે, CSK મોટો સ્કોર નોંધાવી શકી નહોતી. રવિન્દ્ર જાડેજા છેલ્લી ઓવરોમાં ટીમને મોમેન્ટમ આપવાનો પ્રયાસ કરી રહ્યો હતો પરંતુ તે સફળ ન રહ્યો.

જો કે, આ દરમિયાન દરિયાદિલીનું સૌથી મોટું ઉદાહરણ જોવા મળ્યું, જ્યારે પેટ કમિન્સે સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા માટેની અપીલ પાછી ખેંચી લીધી. ભુવનેશ્વર કુમાર 19મી ઓવરમાં શાનદાર બોલિંગ કરતો જોવા મળ્યો હતો. જાડેજાએ ભુવનેશ્વર તરફ સીધો શોટ રમ્યો અને બોલરે થ્રો બેક તેની તરફ ફેંક્યો, જો કે આ સમયે જાડેજા મધ્યમાં આવ્યો અને ક્લાસને તેમની વચ્ચે આવવાનો ઈશારો કરતા કોમેન્ટેટર્સ આ અંગે ચર્ચા કરતા જોવા મળ્યા હતા.

જો કે, આ સમયે જાડેજા વચ્ચે આવી ગયો. બસ પછી શું હતુ બોલ જોરથી તેની પીઠમાં વાગ્યો અને તે દર્દમાં પણ જોવા મળ્યો. જો કે, રાહતની વાત એ હતી કે કોઇ રીતની મોટી ઇજા ના થઇ. જો કે, આનું પરિણામ એ આવ્યુ કે જાડેજાએ પોતાને આઉટ થતો બચાવી લીધો. બે એમ્પાયર આ વિશે ચર્ચા કરતા જોવા મળ્યા કે જાડેજા જાણી જોઇને બોલ અને સ્ટંપ્સ વચ્ચે ના આવતો તો તે આઉટ હતો.

જાડેજા આનાથી ખફા જોવા મળ્યો હતો અને એવામાં મોટી બબાલ થઇ શકતી હતી પણ સનરાઇઝર્સના કેપ્ટન પેટ કમિંસે એમ્પાયરોને કહ્યુ કે તે અપીલ નથી કરી રહ્યા, જેનાથી વિવાદ થવાથી બચી ગયો. એવામાં એમ્પાયરોએ આને ત્યાં જ ખત્મ કરી દીધુ અને જાડેજા તેની પારી માટે આગળ વધ્યો. જણાવી દઇએ કે, હૈદરાબાદ તરફથી હોમ ગ્રાઉન્ડ પર શાનદાર પ્રદર્શન જોવા મળ્યું, પછી તે બેટિંગ હોય કે બોલિંગ. હૈદરાબાદ માટે 5 બોલરોએ 1-1 વિકેટ લીધી હતી. જેના કારણે CSKની ટીમ સ્કોરબોર્ડ પર માત્ર 165 રન જ બનાવી શકી.

Shah Jina