રોન્ગ સાઇડ આવી રહેલી સિવિલ સર્વેંટની ગાડીને રસ્તા વચ્ચે રોકી…આમ આદમીએ 2 મિનિટમાં ઉતારી દીધી હેકડી- જુઓ વીડિયો

રોન્ગ સાઇડ ગાડી ચલાવવા પર ટોક્યો તો બાબુ સાહેબ રોબ ઝાડવા લાગ્યા….આમ આદમીએ 2 મિનિટમાં બધી હેકડી નીકાળી દીધી

બિહાર કોઇના કોઇ કારણે હંમેશા ચર્ચામાં રહે છે, ક્યારેક રાજનીતિક ઉથલપાથલને લઇને તો ક્યારેક અન્ય કોઇ કારણોસર…હવે કથિત રીતે બિહારના ઓફિસરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે રોડ પર રોન્ગ સાઇડ ડ્રાઇવિંગ બાદ રોબ જમાવતો જોવા મળે છે. રોડ પર રોંગ સાઈડ પર કાર ચલાવ્યા બાદ હેકડી બતાવનાર બાબુ સાહેબનો એક સામાન્ય માણસ સાથે સામનો થયો અને તેણે 2 મિનિટમાં બધી હેકડી ઉતારી દીધી.

આ વિડિયોમાં જોઈ શકાય છે કે બિહારમાં કેટલાંક લોકો જાહેર સંપત્તિ પર વ્યક્તિગત અધિકાર હોય તેમ પહોળી નંબર પ્લેટ લગાવીને ટશનમાં રહે છે. ખરેખર થયું એવું કે એક વ્યક્તિ રસ્તા પર જઈ રહ્યો હતો. પરંતુ સામેથી એક અધિકારીની કાર આવી અને એ પણ રોંગ સાઇડમાં. પહેલા કારમાં બેઠેલા બાબુ સાહેબે સાઈડ આપવા કહ્યું પણ તે માણસ એ વાત પર મક્કમ રહ્યો કે જો તે બરાબર ડ્રાઇવિંગ કરી રહ્યો છે તો પાછળ નહીં હટે.

વીડિયોમાં તમે જોશો કે ‘ઓફિસર’ પહેલા કારમાંથી નીચે ઉતરે છે અને પોતે માણસની કારની નજીક આવે છે. ત્યારે તેને ટોકવામાં આવે છે કે તે રોંગ સાઈડ પર ડ્રાઈવ કરી રહ્યો છે. આના પર બાબુ સાહેબ કહે છે- ત્યાંથી જતો રહીશ તો નાનો થઈ જઇશ ? કારને ઓવરટેક કરી આટલો કાબિલ કેમ બની રહ્યો છે ? આ દરમિયાન બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થાય છે. કાર ચલાવનાર વ્યક્તિ પણ મક્કમ છે કે તે તેની કારને બિલકુલ ખસેડશે નહીં.

આખરે બાબુ સાહેબે સાઈડમાંથી ગાડી બહાર કાઢવી પડી. આ વીડિયો Xના હેન્ડલ @abhijitmajumder પર શેર કરવામાં આવ્યો છે. સાથે જ કેપ્શનમાં લખ્યું છે કે- સિવિલ સર્વન્ટ પોતાને રોડના માલિક માને છે અને તેમને રોંગ સાઈડ પર વાહન ચલાવવાનો અધિકાર છે. R01 FJ 8596 Harrier XZ પટનામાં રજિસ્ટર્ડ. એ નાગરિકને સલામ કે જેણે હલવાથી પણ ઇનકાર કરી દીધો.

Previous Article

MI ફેમીલી બની જામનગરની મહેમાન: ખેલાડીઓએ લીધી જેટ-સ્કીઇંગની મજા- જુઓ તસવીરો અને વીડિયો

Next Article

'આવારા પાગલ દીવાના' ફેમ એક્ટ્રેસ 41 વર્ષની ઉંમરે બનવાની છે માં, ઘણા ફ્લોન્ટ કર્યો બેબી બંપ- વર્ષોથી પડદાથી દૂર શું કરી રહે છે એક્ટ્રેસ ?

error: Protected Content!