શાકભાજી વેચવાવાળા પર ગાયે લૂંટાવ્યો ખૂબ પ્રેમ, મનમોહક અંદાજમાં કર્યુ વ્હાલ, લોકો બોલ્યા- આવા વીડિયો દિલને સૂકુન આપે છે
તમે એ ઘણીવાર સાંભળ્યું હશે કે પ્રાણીઓ પ્રેમની ભાષા સમજે છે. પ્રેમથી તમે માત્ર માણસોને જ નહીં પરંતુ પ્રાણીઓને પણ વશમાં કરી શકો છો. તમે તમારી આસપાસ ઘણા એવા પ્રાણીઓ જોયા હશે, જેમની માણસો સાથે સારી મિત્રતા હોય. મનુષ્ય અને પ્રાણીઓ વચ્ચેનો આ પ્રેમ આજનો નથી, પરંતુ સદીઓ જૂનો છે. આવો જ એક વીડિયો હાલ સામે આવ્યો છે આ દિવસોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ વિડિયો જોયા પછી તમે પણ હેરાન રહી જશો. આ વીડિયોમાં એક ગાય શાકભાજી વેચનાર પાસે આવે છે અને તેના પર ખૂબ પ્રેમ લૂંટાવે છે. ગાયની સામે ઘણી બધી શાકભાજી પડેલી છે, પરંતુ તે તેમાંથી એક પણ ખાતી નથી. પરંતુ જ્યારે શાકભાજી વેચવાવાળો પોતે તેના હાથે ગાયને શાકભાજી ખવડાવે છે ત્યારે ગાય ખૂબ જ નિર્દોષતાથી શાકભાજી ખાય છે.

શાકભાજી ખાધા પછી, ગાય ફરીથી શાકભાજી વેચનારને સ્નેહ આપવા લાગે છે. ઘણા બધા લોકો આવતા-જતા આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. આ નજારો જોઈને ઘણા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. ઘણા લોકોએ આ પળને પોતાના કેમેરામાં કેદ કરી લીધી. તે બાદ આ વીડિયો સોશિયલ મીડિયા પર આવતા જ વાયરલ થઇ ગયો.

આ વીડિયોને ટ્વિટર પર @drvikas1111 નામના હેન્ડલથી શેર કરવામાં આવ્યો છે. ઘણા લોકોનું વીડિયો જોયા બાદ એવું કહેવુ છે કે દિલથી અમીર હોવું આ જ છે. જ્યારે એકે લખ્યું – અમારા વિસ્તારના લોકો તો લાકડીથી ભગાડે છે. જ્યારે અન્ય એકે લખ્યું – આ એક સુંદર અને આરાધ્ય દ્રશ્ય છે, ગાય કોઈને પરેશાન કરતી નથી, પ્રેમ અને ધીરજ પ્રાણીને પણ સન્માનની અનુભૂતિ કરાવે છે.
दिल से अमीर यही हैं
दूसरी तरफ इस वीडियो पर खूबसूरती को देखिए जब तक गौ माता को दिया नहीं जा रहा है तब तक खुद से नहीं खा रही है l#lifelessons pic.twitter.com/mmTKMO41zo
— Dr Vikas Kumar (@drvikas1111) April 3, 2024
