મોતને અડી પાછા આવી ગયા કાકા, સ્વેગ આગળ વીજળીના ખુલ્લા તારે પણ ટેકી દીધા ઘૂંટણ
આમ તો સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા વીડિયો જોવા મળે છે, પરંતુ કેટલાક વીડિયો એવા હોય છે જે આશ્ચર્યચકિત કરી દે છે. આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. વાસ્તવમાં, આ વીડિયોમાં એક વ્યક્તિ ખુલ્લા હાથે ઇલેક્ટ્રિક વાયરને પકડીને ફ્યૂઝ લગાવતો જોવા મળે છે. બીજા ઘણા લોકો પણ ત્યાં હાજર છે જેઓ કાકાના આ કારનામાને કેમેરામાં કેદ કરી રહ્યા છે. આ વીડિયો ટ્વિટર હેન્ડલ @Madan_Chikna પર શેર કરવામાં આવ્યો છે.
વીડિયોમાં ઈલેક્ટ્રીક વાયરને અડતા વ્યક્તિને જોઈને યુઝર્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે. તેઓ એટલા સ્વેગ સાથે વાયરને પકડી રહ્યા છે કે જાણે તેમને ખબર હોય કે વીજળીનો કરંટ તેમને નહિ લાગે. યુઝર્સ આ વીડિયોને ખૂબ જોઈ રહ્યા છે અને અત્યાર સુધીમાં 6 લાખથી વધુ વ્યૂઝ વીડિયોને મળી ચૂક્યા છે. જો કે આ અંગે લોકો મિશ્ર પ્રતિભાવો આપી રહ્યા છે.
ઘણા લોકો કાકાના વખાણ કરી રહ્યા છે, તો ઘણા તેમને ટ્રોલ કરી રહ્યા છે. એક વ્યક્તિએ લખ્યું- આ તો પોઝ પણ આપી રહ્યો છે કસમથી. અન્ય એક યુઝરે લખ્યું- મેં ચશ્મા પહેર્યા છે તેથી મને ઇલેક્ટ્રિક શોક નથી લાગ્યો. જ્યારે અન્ય એક વ્યક્તિએ લખ્યું- ચપ્પલ જ આત્મવિશ્વાસનું કારણ છે, કોઈ ચપ્પલ ઉતારીને કરવા માટે કહો. જ્યારે બીજા એક વ્યક્તિએ લખ્યું- ચાચા પકડાઇ ગયા, ફોન ખિસ્સામાં રાખ્યો છે એટલે ઇલેક્ટ્રિક શોક નથી લાગ્યો.
Episode- 452: Why women live longer than men. pic.twitter.com/dZslDVA8Br
— Godman Chikna (@Madan_Chikna) April 4, 2024