રેલવે સ્ટેશન પર ચોરોનો આતંક ! સૂઇ રહેલા યાત્રિઓને એવી રીતે બનાવી રહ્યા છે નિશાન કે જોઇ પોલિસ પણ હેરાન- જુઓ CCTV વીડિયો

મથુરા રેલવે સ્ટેશન પર ચોરે કરી સૂવાની એક્ટિંગ, ફિલ્મી સ્ટાઇલમાં ચોરી કર્યા મોબાઇલ- CCTV ફુટેજ વાયરલ

મથુરા રેલવે સ્ટેશન પર સૂતા-સૂતા ચોરી ! CCTV ફુટેજથી ખુલી પોલ તો પોલિસે ચોરને દબોચ્યો

ચોર તો લગભગ ચોરી કરી ભાગી જાય છે, પરંતુ આ તો એક અનોખો ચોર છે. છેલ્લા કેટલાક દિવસોમાં ઉત્તર પ્રદેશના મથુરા સ્ટેશન પર ઘણા મુસાફરોના સામાનની ચોરી થઈ રહી છે અને ઘણાના ફોન ગુમ થઈ રહ્યા છે. જો કે, જ્યારે અન્ય અનેક મુસાફરોના સામાનની ચોરીની ફરિયાદો મળી ત્યારે ગુનેગારને પકડવા માટે સ્ટેશનના જીઆરપી ઈન્ચાર્જે સીસીટીવી ફૂટેજ સ્કેન કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન તેમણે જે જોયું તે ખરેખર ચોંકાવનારું હતું અને થોડું અજીબ પણ હતું.

યાત્રીઓના વેઇટિંગ રૂમમાં લાગેલા કેમેરાના ફૂટેજમાં કેટલાક મુસાફરો સૂતા જોવા મળ્યા હતા. આ ફૂટેજ જ્યાં સુધી કોઈ એક માણસ ખસ્યો નહીં ત્યાં સુધી કંઈ ખાસ નહોતી લાગતી. વીડિયોમાં જોઇ શકાય છે કે એક વ્યક્તિ આસપાસ જુએ છે અને તે કદાચ એ જોઈ રહ્યો છે કે કોઇ જાગતુ તો નથી ને. આ પછી તે તેના પગ ખસેડે છે અને થોડી રાહ જુએ છે. જ્યારે તેને લાગે છે કે હવે બધું બરાબર છે.

ત્યારે તે તેની જમણી તરફ વળે છે, અને સૂતેલા મુસાફરના ખિસ્સા તરફ જમણો હાથ લે છે, તેની આંખો સતત આજુબાજુના લોકો તરફ ફરી રહી છે. તે ઊંઘો રહી મુસાફરના ખિસ્સામાંથી મોબાઈલ ફોન કાઢવાના પ્રયાસો કરે છે અને અંતે તે સફળ થાય છે. પહેલો શિકાર પૂરો કર્યા પછી ચોર બીજે જાય છે. તે તેની સ્થિતિ બદલીને નજીકમાં સૂઈ રહેલા અન્ય પેસેન્જરની બાજુમાં સૂઈ જાય છે. તે આજુબાજુ જુએ છે કે કોઈ તેને જોઈ રહ્યું છે કે નહીં. પછી, ડાબી બાજુએ સૂતી વખતે તે પેસેન્જરના ખિસ્સામાંથી ફોન કાઢે છે.

આ પછી તે ઉઠે છે અને તેનો ચોરીનો સામાન લઈને વેઈટિંગ રૂમમાંથી નીકળી જાય છે. ચોરની ઓળખ થઈ ગયા બાદ રેલવે પોલીસે તેને પકડવામાં મોડું ન કર્યું. ઇટા જિલ્લાના રહેવાસી 21 વર્ષીય અવનીશ સિંહની ધરપકડ કરવામાં આવી છે. તેની પાસેથી એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો અને પોલીસનું કહેવું છે કે તેણે પાંચ ફોન ચોરી કર્યાની કબૂલાત કરી છે. હવે અવનીશ સામે ચોરીનો કેસ નોંધવામાં આવ્યો છે અને પોલીસ બાકીની ચોરાયેલી વસ્તુઓ પરત લાવવાનો પ્રયાસ કરી રહી છે.

Shah Jina