ડૂબ્યા પહેલા લોકોએ ખાધુ હતુ આવું ખાવાનું, વાયરલ થઇ રહ્યુ છે ટાઇટેનિક જહાજનું મેન્યુ કાર્ડ- તમે જોયુ કે નહિ ?
વિશ્વનું સૌથી પ્રખ્યાત જહાજ ટાઇટેનિક 112 વર્ષ પહેલા ડૂબી ગયું હતું. તેમ છતાં આ વિશાળ જહાજ વિશેની દરેક નાની વાત ચર્ચાનો વિષય બની રહે છે. 15 એપ્રિલ 1912ના રોજ ટાઇટેનિક એટલાન્ટિક મહાસાગરમાં ડૂબી ગયું. આ અકસ્માતમાં લગભગ 1500 લોકોના મોત થયા હતા. આ જહાજ ડૂબવાની આગલી રાતે મુસાફરોને આપવામાં આવતા ફૂડ સાથે સંબંધિત મેનુ કાર્ડ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યું છે.
@fasc1nate નામના ટ્વિટર હેન્ડલ પર 112 વર્ષ પહેલાનું ટાઈટેનિક ફૂડ મેનુ કાર્ડ શેર કરવામાં આવ્યું છે. મેનુ કાર્ડ પર ટાઈટેનિકમાં મુસાફરી કરી રહેલા ફર્સ્ટ અને થર્ડ ક્લાસના મુસાફરો માટે તૈયાર કરવામાં આવેલ મેન્યુ જોઈ શકાય છે. અહેવાલો અનુસાર ઘણા વર્ષો પહેલા બ્રિટનમાં ટાઇટેનિકના ફૂડ મેનુ કાર્ડની હરાજી કરવામાં આવી હતી.
હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા મેનુ કાર્ડમાં ચિકન, કોર્ન બીફ, શાકભાજી અને ફ્રાઈસનો ઉલ્લેખ છે. તેમાં ગ્રિલ્ડ મટન, હેમ પાઇ, સોસેજ ચીઝ, ફળો અને લીલા શાકભાજીનો પણ સમાવેશ થાય છે. આ બધું ફર્સ્ટ ક્લાસના મુસાફરો માટે જ ઉપલબ્ધ હતું. ટાઈટેનિક જહાજના થર્ડ ક્લાસના મુસાફરોના ભોજન વિશે વાત કરીએ તો તેમાં દલિયા, દૂધ, બટાકા, હેમ, ઈંડા, બ્રેડ, માખણ, જામ, ચા અને કોફીનો સમાવેશ થાય છે.
આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. પોસ્ટને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચૂક્યા છે અને 8 હજારથી વધુ લોકોએ તેને પસંદ કરી છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ પોસ્ટ પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, “થર્ડ ક્લાસ પેસેન્જર્સ માટે કોઈ ખાસ વસ્તુ નથી.” અન્ય એક યુઝરે લખ્યું, “થર્ડ ક્લાસ પેસેન્જર્સને દિવસ દરમિયાન માત્ર દલિયા જ આપવામાં આવતી.”
Titanic 1st class menu vs 3rd class menu from April 14, 1912, the day before the Titanic sank. pic.twitter.com/RBDbfqfm2I
— Fascinating (@fasc1nate) April 3, 2024