20 વર્ષ બાદ એકસાથે જોવા મળી ઇમરાન હાશમી અને મલ્લિકા શેરાવતની જોડી…સિઝલિંગ કેમેસ્ટ્રી જોઇ લોકોને યાદ આવ્યા મર્ડર વાળા દિવસો

20 વર્ષ પહેલા ફિલ્મમાં ખુબ ગંદા સીન્સ આપ્યા, હવે એકસાથે જોવા મળ્યા ઇમરાન હાશમી અને મલ્લિકા શેરાવતની જોડી, જુઓ વીડિયો

જ્યારે બોલિવૂડ સ્ટાર્સ કોઈ ફિલ્મમાં કામ કરે છે ત્યારે ચાહકો ફિલ્મ પૂરી થયા પછી પણ તે જોડીને ભૂલી શકતા નથી. વર્ષો પછી પણ ફિલ્મોમાં જોવા મળેલા કપલની વાત થાય છે. આવી જ એક જોડી છે ઈમરાન હાશ્મી અને મલ્લિકા શેરાવતની જે 2004માં રિલીઝ થયેલી ફિલ્મ ‘મર્ડર’માં એકસાથે જોવા મળ્યા હતા. બંનેની જોડી સુપરહિટ રહી હતી. પરંતુ તેઓ વર્ષોથી સાથે નથી જોવા મળ્યા. ડબલ ધમાલ, હિસ્સ અને મર્ડર જેવી ફિલ્મોથી હિન્દી સિનેમામાં હલચલ મચાવનાર મલ્લિકા શેરાવત ઘણા સમયથી ફિલ્મી દુનિયાથી દૂર છે.

મલ્લિકા લાંબા સમયથી કોઈ ફિલ્મમાં જોવા મળી નથી, પરંતુ તે પોતાના ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ત્યારે હાલમાં જ મલ્લિકા શેરાવતે નિર્માતા આનંદ પંડિતની પુત્રીના લગ્નના રિસેપ્શનમાં હાજરી આપી હતી. આ ઈવેન્ટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં અભિનેત્રી ‘મર્ડર’ના કો-સ્ટાર ઈમરાન હાશ્મી સાથે પોઝ આપતી જોઈ શકાય છે. બંનેને સાથે જોયા બાદ ફેન્સ ખૂબ જ ખુશ છે.

જો કે એ બીજી વાત છે કે મલ્લિકા અને ઈમરાન વચ્ચે છેલ્લા 20 વર્ષથી ઝઘડો ચાલી રહ્યો હતો. જી હા, મર્ડરમાં પોતાની કેમેસ્ટ્રીથી દિલ જીતનાર ઈમરાન હાશ્મી અને મલ્લિકા શેરાવત વચ્ચેની લડાઈ આ ફિલ્મના સેટથી જ શરૂ થઈ હતી. 2004ની રોમાંચક ફિલ્મ ‘મર્ડર’ના શૂટિંગ દરમિયાન તેમની લડાઈના 20 વર્ષ પછી ઈમરાન અને મલ્લિકાએ આખરે તેમના અણબનાવનો અંત લાવી દીધો છે.

ઈમરાન અને મલ્લિકા ગુરુવારે રાત્રે મુંબઈમાં ફિલ્મ નિર્માતા આનંદ પંડિતની પુત્રીના લગ્નના રિસેપ્શનમાં આવ્યા હતા અને વર્ષો પછી બંને રેડ કાર્પેટ પર સાથે જોવા મળ્યા હતા. આનંદ પંડિતની પુત્રીના લગ્નના રિસેપ્શનમાં પહોંચેલા ઈમરાન અને મલ્લિકા એકબીજાને જોઈને હસતાં હસતાં પસાર થયા અને પછી એકબીજાને ઉષ્માભેર મળ્યા. આટલું જ નહીં બંનેએ સાથે પોઝ પણ આપ્યા.

આ દરમિયાન મલ્લિકાએ પ્લંગિંગ નેકલાઇન સાથે પિંક ગાઉન પહેર્યું હતું, જ્યારે ઈમરાને બ્લેક સૂટમાં પહોંચ્યો હતો. સોશિયલ મીડિયા પર મલ્લિકા અને ઈમરાનને એકસાથે જોઈને ચાહકોને ‘મર્ડર’ના દિવસોની યાદ આવી ગઇ. વીડિયો પર કમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, ‘મલ્લિકા સહેજ પણ બદલાઈ નથી.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘બંને એકસાથે ખૂબ જ ક્યૂટ લાગી રહ્યા છે, તેમને ફરીથી સાથે કામ કરવું જોઈએ.’

2014માં ઈમરાન હાશ્મીએ ચેટ શો ‘કોફી વિથ કરણ’માં મલ્લિકા વિરુદ્ધ કેટલાક વિવાદાસ્પદ નિવેદનો આપ્યા હતા. જ્યારે હોસ્ટ કરણ જોહરે તેને તેના શ્રેષ્ઠ અને સૌથી ખરાબ ઓન-સ્ક્રીન કિસરનું નામ પૂછ્યું. આશ્ચર્યજનક રીતે ઈમરાને કહ્યું કે તેની “સૌથી ખરાબ ઓન-સ્ક્રીન કિસ” તેની મર્ડર કો-સ્ટાર મલ્લિકા સાથે હતી, જ્યારે તેણે ‘મર્ડર 2’માં જેકલીન ફર્નાન્ડિસને વધુ સારી કિસર તરીકે વર્ણવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

જણાવી દઈએ કે કોફી વિથ કરણમાં ઈમરાન હાશમીને ખરાબ કિસરનો ટેગ આપવામાં આવ્યો હતો. જ્યારે મલ્લિકાએ એમ પણ કહ્યું હતું કે ઇમરાન જેવા સ્ટાર્સ ઇચ્છે છે કે તે જેવા સેટ પર પહોંચે કે લોકો ઉભા થઇ જાય. જો કે હવે 20 વર્ષ પછી બંને વચ્ચેના અણબનાવનો અંત આવ્યો હોય તેવું લાગી રહ્યુ છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina