મુંબઇ ઇન્ડિયન્સ સાથે જોડાયો ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર ભાવનગરનો વિસ્ફોટક બેટર…આક્રમક બેટીંગ માટે છે જાણિતો

IPLમાં મુંબઇ ઇન્ડિયન્સની નૈયા પાર લગાવશે ભાવનગરનો વિસ્ફોટક બેટ્સમેન હાર્વિક દેસાઇ, ત્રણેય ફોર્મેટમાં મારી ચૂક્યો છે સદી

હારની હેટ્રિક સાથે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 સીઝનની શરૂઆત કરનાર મુંબઈ ઈન્ડિયન્સ (MI)એ તેની ચોથી મેચમાં વિજયનો સ્વાદ ચાખ્યો અને આ પછી પાંચમી મેચમાં પણ RCB સામે જીત હાંસિલ કરી. હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપ હેઠળની મુંબઈની ટીમે ગુરુવારે 11 એપ્રિલે તેની પાંચમી મેચ રમી હતી. પરંતુ શું તમે જાણો છો આ મેચ પહેલા મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં 24 વર્ષિય વિસ્ફોટક વિકેટકીપર હાર્વિક દેસાઈની એન્ટ્રી થઇ છે.

વાસ્તવમાં, મુંબઈ ફ્રેન્ચાઈઝીએ વિકેટકીપર બેટ્સમેન વિષ્ણુ વિનોદને 20 લાખ રૂપિયાની બોલી લગાવીને ખરીદ્યો હતો. પરંતુ આ ખેલાડી ઈજાના કારણે આઈપીએલમાંથી બહાર થઈ ગયો છે. ત્યારે આવી સ્થિતિમાં હવે મુંબઈ ફ્રેન્ચાઈઝીએ વિષ્ણુ વિનોદના સ્થાને હાર્વિક દેસાઈને ટીમમાં સામેલ કર્યો છે. જણાવી દઈએ કે વિષ્ણુ વિનોદને કાંડામાં ઈજા થઈ હતી.

જેના કારણે તે IPL 2024ની આખી સિઝનમાંથી બહાર થઇ ગયો છે. તેના સ્થાને હાર્વિક દેસાઇને લેવાયો છે જે એક મજબૂત બેટ્સમેન છે. તેને મિડલ ઓર્ડરમાં ચોથા નંબર પર બેટિંગ કરવાનું પસંદ છે. હાર્વિકે અત્યાર સુધી ત્રણેય ફોર્મેટ (ટેસ્ટ, ODI અને T20)માં સદી ફટકારી છે. તેણે હજુ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ નથી કર્યુ. 24 વર્ષના હાર્વિકે અંડર-19 વર્લ્ડ કપ 2018માં બેટથી ધમાલ મચાવી હતી.

તે ટુર્નામેન્ટમાં તેણે 4 મેચ રમી હતી, જેમાં તેણે 78.50ની મજબૂત એવરેજથી 157 રન બનાવ્યા હતા. હાર્વિકે અંડર-19 વર્લ્ડ કપ 2018ની ફાઇનલમાં ખૂબ જ મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. તેણે ઓસ્ટ્રેલિયા સામે ફાઇનલમાં અણનમ 47 રન બનાવ્યા હતા. અંડર-19 વર્લ્ડ કપના વિજેતા હાર્વિકે 2018-19ની સિઝનમાં તમામ ફોર્મેટમાં ડોમેસ્ટિક ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતુ. જણાવી દઇએ કે, હાર્વિક દેસાઈ ગુજરાતના ભાવનગરનો ખેલાડી છે.

Shah Jina