“બાળક આવવાનું છે, મેચ જલ્દી પુરી કરો !” SRH સામે ધોનીની પત્ની સાક્ષીએ શા કારણે કરી આવી અપીલ ? જુઓ

Sakshi Dhoni Made Special Demand : IPL 2024ની 46મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 78 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે ચેન્નાઈની ટીમ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. આ સાથે જ હૈદરાબાદની ટીમ ચોથા સ્થાને આવી ગઈ છે. ચેન્નાઈ અને હૈદરાબાદ બંનેના 10-10 પોઈન્ટ છે, પરંતુ CSK નેટ રન રેટમાં SRH કરતા વધુ સારી છે. ચેન્નાઈની આ જીતથી વધુ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષીના પોસ્ટની ચર્ચા થઈ રહી છે જેમાં તેણે ફોઈ બનવાની વાત કરી છે.

મેચ દરમિયાન સાક્ષીએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પોસ્ટ કરી હતી. આમાં તેણે ચેપોક સ્ટેડિયમમાં ધોની અને CSK ટીમની ફિલ્ડિંગની તસવીર પોસ્ટ કરી હતી. તેમાં તેણે લખ્યું- ‘પ્લીઝ આજે ચેન્નાઈ આ રમત ઝડપથી પૂરી કરો. બેબી ઓન વે. પેઈન શરૂ થયું છે. આ ભાવિ ફોઈની વિનંતી છે. સાક્ષીની આ વિચિત્ર પોસ્ટ વાયરલ થઈ છે. જોકે, હજુ સુધી એ જાણી શકાયું નથી કે સાક્ષીની આ પોસ્ટ કોના માટે હતી.

ત્યારબાદ સાક્ષીએ ચેન્નાઈની જીતના વખાણ કર્યા અને લખ્યું – સારી જીત. આ મેચ જોવા માટે સાક્ષીની ખાસ મિત્ર અને પ્રફુલ પટેલની પુત્રી પૂર્ણા પટેલ પણ આવી હતી. આ સિવાય CSKના કેપ્ટન રૂતુરાજ ગાયકવાડની પત્ની ઉત્કર્ષા પણ ત્યાં હતી. મેચની વાત કરીએ તો ચેન્નાઈએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં ત્રણ વિકેટે 212 રન બનાવ્યા હતા. કેપ્ટન રૂતુરાજ ગાયકવાડે 54 બોલમાં 10 ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 98 રનની ઇનિંગ રમી હતી.

આ ઉપરાંત ડેરિલ મિશેલે 32 બોલમાં સાત ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 52 રન બનાવ્યા હતા. શિવમ દુબેએ 20 બોલમાં એક ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 39 રન બનાવ્યા હતા. ધોની બે બોલમાં પાંચ રન બનાવીને અણનમ રહ્યો હતો. જવાબમાં સનરાઇઝર્સની ટીમ 18.5 ઓવરમાં 134 રનમાં સમેટાઇ ગઇ હતી. એડની માર્કરામે સૌથી વધુ 32 રન બનાવ્યા હતા. જ્યારે હેનરિક ક્લાસેન 20 રન બનાવી શક્યો હતો. ટ્રેવિસ હેડ 13 રન બનાવીને આઉટ થયા હતા અને અભિષેક શર્મા 15 રન બનાવીને આઉટ થયા હતા. સનરાઇઝર્સની આ સતત બીજી હાર છે.

Niraj Patel