બાળકની સ્કૂલ ફીસથી પરેશાન પિતા, સોશિયલ મીડિયા પર વ્યક્ત કર્યુ દર્દ- હર મહિને આપી રહ્યા છે 30 હજાર રૂપિયા ! જુઓ
વાલીઓના તમામ પ્રયાસો છતાં શાળાની ફી પર નિયંત્રણ રાખવું અશક્ય બની રહ્યું છે. મોટાભાગની ખાનગી શાળાઓ મનસ્વી રીતે ફી વસુલી રહી છે. જેના કારણે વાલીઓ પર વધારાનો બોજ પડી રહ્યો છે. ત્યારે હાલમાં જ ગુરુગ્રામમાં રહેતા એક વ્યક્તિએ તેના પુત્રની સ્કૂલ ફી સંબંધિત પોતાની પીડા ટ્વિટર પર શેર કરી છે. તે તેના પુત્રની ધોરણ 12 સુધીની ફી કેવી રીતે ચૂકવી શકશે તે અંગે તે ખૂબ જ ચિંતિત છે. નાના શહેરોની તુલનામાં મોટા શહેરોમાં ખર્ચ વધુ છે.
અહીં, પગાર આવતાની સાથે જ તે શાળાની ફી, EMI, હેલ્પર, ક્રેડિટ કાર્ડ બિલ વગેરે ચૂકવવામાં ખર્ચ થઇ જાય છે. આની ઉપર દિલ્હી-એનસીઆર અને અન્ય મોટા શહેરોમાં શાળાની ફી પણ દર વર્ષે વધી રહી છે. મોટા ભાગના વાલીઓ ફરિયાદ કરે છે કે જો શાળાની ફી આ જ દરે વધતી રહેશે તો તેમના માટે ઘરનો ખર્ચ ઉઠાવવો મુશ્કેલ બની જશે.
ગુરુગ્રામની CBSE સ્કૂલમાં ભણતા ધોરણ 3ના વિદ્યાર્થીના પિતા ઉદિત ભંડારી નામના વ્યક્તિએ સોશિયલ મીડિયા પર લખ્યું, મારા પુત્રની શાળાની ફી દર વર્ષે 10%ના દરે સતત વધી રહી છે. શાળાએ ફી વધારા અંગે જાણ કરવાની પણ તસ્દી લીધી નહિ. શાળાએ વધેલી ફી સીધી ફી પેમેન્ટ એપ પર બતાવવાનું શરૂ કર્યું. જ્યારે વાલીઓએ વિરોધ કર્યો, ત્યારે તેઓએ કહ્યું કે તેઓ કૃપા કરીને તેમના બાળકો માટે કોઈ અન્ય શાળા શોધે.
આ સ્થિતિ કોઈપણ માતા-પિતા માટે ભયંકર છે. ઉદિત ભંડારીએ આગળ લખ્યું, ઘણા લોકો આ પોસ્ટ સાથે કનેક્ટેડ ફીલ કરી રહ્યા છે. મારો દીકરો ત્રીજા ધોરણમાં છે અને તે ગુરુગ્રામની એક પ્રતિષ્ઠિત CBSE સ્કૂલનો વિદ્યાર્થી છે. શાળાની ફી 30,000 રૂપિયા પ્રતિ માસ છે જેમાં ભોજન (બસ સિવાય)નો સમાવેશ થાય છે. જો આ 10% વધારો ચાલુ રહેશે, તો તે 12મા ધોરણમાં પહોંચશે ત્યાં સુધીમાં શાળાની ફી વાર્ષિક 9 લાખ રૂપિયાની આસપાસ હશે.
My son’s school fees have been consistently compounding at 10%/annum. The school does not even bother to explain the hike and the higher fee simply appears on the payment app! When parents protested, they said please look for another school for your kids!
— Udit Bhandari (@GurugramDeals) April 9, 2024
આના પર એક વ્યક્તિએ કોમેન્ટમાં લખ્યું- IB સ્કૂલની ફી દર મહિને 80 હજાર રૂપિયા છે. સ્કૂલની ફી હંમેશા એક લોકપ્રિય મુદ્દો રહ્યો છે. દેશભરના વાલીઓ આ અંગે સતત ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. ઉદિત ભંડારીના આ ટ્વીટને 1100થી વધુ લોકોએ રીટ્વીટ કરી છે અને સેંકડો લોકો કમેન્ટ કરી રહ્યા છે.