ભાઈ આવો જુગાડ તો આપણા ગુજરાતીઓ જ કરી શકે !! લગ્ન સ્થળ પર લગાવ્યું એવી જગ્યાએ AC કે જોઈને સૌ કોઈ રહી ગયા હક્કાબક્કા, વાયરલ થયો વીડિયો
Ac Use Open Wedding Garden : ઉનાળો આવી ગયો. ઘણા લોકો હવે પંખા છોડીને એસી ચલાવવા લાગ્યા છે. લગ્ન અને પાર્ટીના ફંક્શનમાં પણ એસીનો પૂરેપૂરો ઉપયોગ થઈ રહ્યો છે. પરંતુ શું તમે ક્યારેય ખુલ્લી જગ્યામાં યોજાયેલા ફંક્શનમાં AC લગાવેલું જોયું છે? પ્રશ્ન વિચિત્ર લાગે છે… કારણ કે ખુલ્લા બગીચામાં માત્ર પંખા અને કુલર જ જોવા મળે છે. પરંતુ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોએ લોકોના હોશ ઉડાવી નાખ્યા છે.
વાસ્તવમાં એક વેડિંગ ફંક્શનમાં જ્યારે કોઈની નજર દિવાલ પર પડી તો તેણે કંઈક એવું ખાસ જોયું કે તેણે વીડિયો બનાવીને ઈન્ટરનેટ પર પોસ્ટ કરી દીધો. કારણ કે ભાઈ… એ દિવાલ પર ‘સ્પ્લિટ એસી’ લગાવેલું હતું. વાયરલ ક્લિપમાં જોઈ શકાય છે કે વીડિયો બનાવનાર વ્યક્તિ ખુલ્લા વિસ્તારમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન કેમેરાને દિવાલ તરફ ઝૂમ કરે છે.
ત્યારે એસી દિવાલ પર લગાવવામાં આવેલું જોઈ શકાય છે, આ AC કોઈ રૂમ તરફ નથી પરંતુ માત્ર ખુલ્લા મેદાન તરફ છે. તેનો અર્થ… આખા પાર્કમાં હાજર લોકોને ઠંડક આપવા માટે ACનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જ્યારે ઈન્ટરનેટ પબ્લિકે આ વીડિયો જોયો તો તેઓ પણ વિચારવા લાગ્યા કે AC બંધ રૂમને ઠંડુ કરે છે. આ જગ્યાને ઠંડક આપવા માટે એસીની હાલત વધુ ખરાબ થશે.
View this post on Instagram
આ વીડિયો ઈન્સ્ટાગ્રામ હેન્ડલ @ak_jadeja_hadamtala પરથી પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેને સમાચાર લખ્યા ત્યાં સુધી 17.7 મિલિયન વ્યૂઝ અને 3 લાખ 18 હજાર લાઈક્સ મળી છે. જ્યારે સેંકડો યુઝર્સે કોમેન્ટ કરી છે. એક વ્યક્તિએ મજામાં લખ્યું- AC બંધ કરો, કાશ્મીરમાં બરફ જામી ગયો. બીજાએ કહ્યું કે એસી પણ એવું કહેતું હશે કે મારી શક્તિઓનો દુરુપયોગ થઈ રહ્યો છે, મા.