પાયલટ દીકરાએ પહેલીવાર ફ્લાઇટમાં બેસાડ્યા દાદાજીને, કહી એવી વાત કે માતા ભાવુક થઇ રડવા લાગી- જુઓ વીડિયો

પાયલટ દીકરાએ ફ્લાઇટમાં એનાઉન્ટમેન્ટ દરમિયાન કહી એવી વાત કે સાંભળી રડી પડી સાથે સફર કરી રહેલી માં, જોઇ આંખો ભરાઇ આવશે

બાળકોની સફળતાથી કોઈપણ માતા-પિતાની છાતી ગર્વથી ફૂલી જાય છે. જો બાળકો હંમેશા પોતાના માતા-પિતાની ખુશીનું ધ્યાન રાખે છે તો માતા-પિતા પોતાને ભાગ્યશાળી માને છે. એવા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે, જેમાં માતા-પિતા અને બાળકો વચ્ચે ઊંડો પ્રેમ અને આદર જોવા મળે છે. ત્યારે હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં ઈન્ડિગોના પાઈલટે ચેન્નાઈથી કોઈમ્બતુર જતી ફ્લાઈટમાં તેના પરિવારનું ઉષ્માભર્યું સ્વાગત કર્યુ. કેપ્ટન પ્રદીપ કૃષ્ણને ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં તેની માતા ભાવુક થઇ રડતી જોવા મળી હતી કારણ કે ફ્લાઈટમાં એક ખાસ એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યુ હતુ.

ટેક-ઓફ પહેલા કૃષ્ણને જાહેરાત કરી હતી કે તેના દાદા દાદી અને માતા તેની સાથે ફ્લાઈટમાં હતા. તે એક ભાવનાત્મક ક્ષણ હતી જ્યારે તેની માતા અને તેના દાદા-દાદી આનંદથી રડવા લાગ્યા. કૃષ્ણને કહ્યું, “મને એ જાહેરાત કરતાં ખૂબ જ આનંદ થાય છે કે આજે મારો પરિવાર મારી સાથે મુસાફરી કરી રહ્યો છે. મારા થાથા, પાતી અને અમ્મા (દાદા-દાદી-માતા) 29મી પંક્તિમાં બેઠા છે.

મારા દાદા આજે પહેલીવાર મારી સાથે ઉડાન ભરી રહ્યા છે.” કૃષ્ણને ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, “મારું સૌથી મોટું ફ્લેક્સ. દરેક પાઇલટનું સપનું હોય છે કે તે પરિવાર અને મિત્રો ઉડાન ભરે.” જણાવી દઇએ કે, આ વિડિયોને ઇન્સ્ટાગ્રામ પર 8 લાખથી વધુ વ્યૂઝ મળ્યા હતા અને સોશિયલ મીડિયા યુઝર્સ કોમેન્ટ સેક્શનમાં આ ભાવનાત્મક ક્ષણની પ્રશંસા કરી રહ્યા છે.

Shah Jina