ઈદ પર સલમાન ખાનને મળવા આવેલા ચાહકોની ભીડ થઇ બેકાબૂ, પોલિસે કર્યો લાઠી ચાર્જ… લોકોને ડંડાથી મારવાનો વીડિયો થયો વાયરલ

ઈદ અને બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન વચ્ચેનો સંબંધ ઘણો જૂનો છે. એક તરફ ચાહકો થિયેટરોમાં સલમાનની મૂવી દ્વારા ઈદની ઉજવણી કરે છે. તો બીજી તરફ, તેઓ મુંબઈમાં સલમાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર મોટી સંખ્યામાં ભાઈજાનની ઝલક જોવા માટે ઉમટી પડતા હોય છે.

આ ટ્રેન્ડ ઘણા સમયથી ચાલી રહ્યો છે કે ઈદ પર સલમાન ખાન પોતાના ઘરની બાલ્કનીમાં આવી ફેન્સને શુભેચ્છા પાઠવે છે. પરંતુ ક્યારેક ભીડ એટલી વધી જાય છે કે તેને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડે છે. આજે 11 એપ્રિલે ઈદના અવસર પર સલમાનના ઘરની બહાર ચાહકોની ભીડ એટલી બેકાબૂ થઇ ગઇ કે પોલિસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી.

સલમાન ખાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર આમ તો રોજ તેના ચાહકોની ભીડ જોવા મળે છે. પરંતુ ઈદ અને અભિનેતાના જન્મદિવસ પર ચાહકોની સંખ્યા ખૂબ જ વધારે હોય છે. ગુરુવારે પણ આવી જ સ્થિતિ જોવા મળી. ભાઈજાનની એક ઝલક જોવા માટે ચાહકો ઘણા ઉત્સુક હતા.

જો કે સલમાન ખાનના ઘરની બહાર ભીડ બેકાબૂ થઇ ગઇ અને આ જોઈને પોલીસને ચાહકોના ટોળા પર લાઠીચાર્જ કરવો પડ્યો. આ દરમિયાનનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં પોલીસ ભાઇજાનના ફેન પર લાઠીચાર્જ કરતી જોવા મળી રહી છે. આ પહેલીવાર નથી જ્યારે સલમાનના ફેન્સ પર લાઠીચાર્જ થયો હોય.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

આ પહેલા પણ પોલીસે ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ભીડને હટાવવા માટે આ પદ્ધતિ અપનાવી છે. જણાવી દઇએ કે, આ વખતે ઈદ પર સલમાન ખાનની કોઈ ફિલ્મ મોટા પડદા પર રિલીઝ થઈ નથી. પરંતુ તેણે તેની નવી ફિલ્મની જાહેરાત સાથે તેના ચાહકોને ઈદી આપી છે. સલમાનની નવી ફિલ્મનું નામ સિકંદર છે, જેને ગજની ફિલ્મના ડાયરેક્ટર એઆર મુર્ગદાસ બનાવી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Salman Khan (@beingsalmankhan)

Shah Jina