માંગમાં સિંદુર, બ્લેનકેટમાં લપેટી હિના ખાન, શું હિના ખાને લગ્ન કરી લીધા? જુઓ વીડિયો, હોંશ ઉડી જશે
ટીવીથી લઈને ફિલ્મો સુધીની સફર કરનાર એક્ટ્રેસ હિના ખાનને કોઈ પરિચયની જરૂર નથી. ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’થી લઈને મ્યુઝિક આલ્બમ્સ અને હવે ઓટીટી અને ફિલ્મો સુધી તે જાણિતુ નામ બની ગઇ છે. હિના ખાન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર ચાહકો સાથે પોતાની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.
હિના તેની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે પર્સનલ લાઈફને લઈને પણ ઘણી ચર્ચામાં રહેતી હોય છે. એક્ટ્રેસ ઘણા લાંબા સમયથી રોકી જયસ્વાલને ડેટ કરી રહી છે. ઘણીવાર કપલ સોશિયલ મીડિયા પર પણ એકબીજા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતા જોવા મળે છે. કેટલીકવાર તો કપલના લગ્નને લઈને અનેક વખત સવાલો પણ ઉભા થયા છે.
જો કે આ દરમિયાન હિના ખાનનો એક એવો લુક સામે આવ્યો છે જે જોયા પછી એવું લાગી રહ્યુ છે કે હિના ખાનના લગ્ન થઇ ગયા છે. આવું અમે નથી કહી રહ્યા પણ ફેન્સ અને હિનાનો લેટેસ્ટ વીડિયો કહી રહ્યો છે. હિના ખાને 11 એપ્રિલે તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે ચાહકોને ઈદની શુભેચ્છા પાઠવતી જોવા મળી. આ વીડિયોમાં ચાહકોનું ધ્યાન જેની તરફ ખેંચાયું તે હતુ હિના ખાનના માંગમાં લાગેલુ સિંદૂર.
આ વીડિયો જોયા બાદ હિનાના લગ્નની ચર્ચા શરૂ થઇ ગઇ અને લોકો એવું કહેવા લાગ્યા કે તેણે છૂપી રીતે લગ્ન કરી લીધા છે. જો કે તમને જણાવી દઇએ કે, આ વીડિયોમાં હિના ખાને સ્પષ્ટ કર્યું કે તે પરિણીત નથી એટલે કે તેના લગ્ન નથી થયા. તે શૂટિંગમાં વ્યસ્ત છે અને તેણે આ ગેટઅપ પ્રોજેક્ટના સંબંધમાં લીધો છે. એવું બિલકુલ ન સમજવું જોઈએ કે તેના લગ્ન થઇ ગયા છે. તે માત્ર ચાહકોને ઈદની શુભેચ્છા આપવા માટે આવી હતી.
View this post on Instagram