30 વર્ષની ઉંમરે મશહૂર સિંગરનું નિધન, મોત પહેલા મિત્રો સાથે પીધો હતો દારૂ

30 વર્ષે આ ફેમસ સિંગારનું થયું મોત, દોસ્તો સાથેની પાર્ટી કરવા ગઈ હતી ને અચાનક, જાણો સમગ્ર મામલો

સાઉથ સેલેબ્સ અવારનવાર સમાચારોમાં રહે છે. ત્યારે સાઉથ કોરિયાથી એક ખૂબ જ ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. કોરિયન સિંગર પાર્ક બો રૈમ (Park Bo Ram) નું માત્ર 30 વર્ષની ઉંમરે નિધન થયુ છે. આ કોરિયન સેલેબ્સે ગુરુવારે આ દુનિયાને અલવિદા કહ્યું હતુ. પોલીસ હવે તેના મોત પાછળનું રહસ્ય શોધવામાં વ્યસ્ત છે. સિંગરના મોતનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. તેના મોતની માહિતી એજન્સી XANADU એન્ટરટેઈનમેન્ટ દ્વારા શેર કરવામાં આવી છે.

હાલમાં પરિવાર અને મિત્રો માટે આ ખૂબ જ મુશ્કેલ સમય છે. પ્રખ્યાત કે-પૉપ સિંગર પાર્ક બો રૈમનું 11 એપ્રિલની રાત્રે અચાનક અવસાન થયું. પોલિ, અધિકારીઓ હવે આ મામલે તપાસ કરી રહ્યા છે. એજન્સી દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “અમે અહીં દુઃખદ સમાચાર શેર કરી રહ્યા છીએ કે પાર્ક બો રૈમનું 11 એપ્રિલે મોડી રાત્રે અચાનક નિધન થયું છે.” XANADU એન્ટરટેઈનમેન્ટના તમામ કલાકારો અને એક્ઝિક્યુટિવ્સ સિંગરના નિધનથી ખૂબ જ દુઃખી છે.

પાર્ક બો રૈમનું સમર્થન કરનારા તમામ ચાહકોને અમારે અચાનક આ સમાચાર જણાવવા પડ્યા તે વધુ દુઃખદાયક છે.” રિપોર્ટ અનુસાર, સાઉથ નામયાંગજુ પોલીસ સ્ટેશને ખુલાસો કર્યો કે પાર્ક બો રૈમ ગઈકાલે રાત્રે તેના મિત્રોને મળી હતી. જો કે, રાત્રે લગભગ 9:55 વાગ્યે તે બાથરૂમમાં ગઇ અને લાંબા સમય સુધી પાછા ન આવી તો મિત્રો તેને તપાસવા માટે બાથરૂમમાં ગયા. જ્યાં તેમણે સિંગરને સિંક પર બેભાન અવસ્થામાં જોઇ.

આ પછી તાત્કાલિક તેને હોસ્પિટલ લઈ જવામાં આવી જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી. જો કે મોતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. રીપોર્ટ અનુસાર, પોલિસનું કહેવુ છે કે સિંગરે તેની મોત પહેલા મિત્રો સાથે દારૂ પીધો હતો. પોલિસ અધિકારી આ મામલે તપાસ કરી રહ્યા છે. પાર્ક બો રૈમ દક્ષિણ કોરિયન એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં જાણીતું નામ હતું અને આજે તે ઈન્ડસ્ટ્રીમાં 10 વર્ષ પૂરા કરવા જઈ રહી હતી. તેની કારકિર્દીની સૌથી મોટી સિદ્ધિ માટે તેણે હુહ ગક સાથે એક ડુએટ ગીત ‘આઈ હોપ’ રજૂ કર્યું.

તે આ વર્ષે તેનું સ્ટુડિયો આલ્બમ પણ રીલિઝ કરવા જઈ રહી હતી.પાર્ક બો રૈમે 2010માં સિંગિંગ શો ‘સુપરસ્ટાર કે2’થી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી, જેના માટે તેને ઘણી પ્રશંસા મળી હતી. તેણે 2014માં ‘બ્યુટીફુલ’ ગીતથી સોલો ડેબ્યૂ કર્યું હતું. તેના એક દાયકાના લાંબા કરિયમાં તેણે ‘પ્લીઝ સે સમથિંગ’, ‘ઈવન ડુ ઈટ ઈઝ અ લાઈ’, ‘ટુ વર્લ્ડ’, ‘સેલિબ્રિટી’, ‘સોરી’ અને ‘પ્રીટી બે’ જેવા ગીતો ગાયા છે.

Shah Jina