ભારતનો એ ક્રિકેટર જેણે IPL ના રમી અને ઊભી કરી દીધી 100 કરોડી કંપની…મલાઇકા અરોરાએ કર્યો સપોર્ટ- જોરદાર કહાની
હાલમાં લગભગ દરેક પર IPL 2024નો ક્રેઝ છવાયેલો છે અને આ વચ્ચે અમે તમને એક એવા ક્રિકેટર વિશે જણાવવાના છીએ જેણે બિઝનેસમેન બનવા માટે આઈપીએલ રમવાનું સપનું છોડી દીધું. અમે વાત કરી રહ્યા છીએ તમિલનાડુના ભૂતપૂર્વ ક્રિકેટર સર્વેશ શશીની,
સર્વેશ પાસે આજે હાર્દિક પંડ્યા અને જસપ્રિત બુમરાહ જેવા પ્રખ્યાત ખેલાડીઓ કરતા પણ વધુ સંપત્તિ છે.
તમિલનાડુની જુનિયર ટીમના વાઈસ કેપ્ટન અને રાજસ્થાન રોયલ્સ અને કોચી ટસ્કર્સ જેવી આઈપીએલ ટીમ માટે રમી ચૂકેલ સર્વેશે જ્યારે જોયું કે તેને ક્રિકેટમાં વધુ એક્સપોઝર નથી મળી રહ્યું, ત્યારે તેણે ક્રિકેટર છોડી પોતાનો બિઝનેસ શરૂ કર્યો. જો કે, તેનો વ્યવસાય પણ ફિટનેસ અને વેલનેસ જેવા સેક્ટર્સ સાથે સંબંધિત છે. સર્વેશે 5 લાખની લોન લઈને પોતાનું કામ શરૂ કર્યું અને સર્વ (Zorba) નામથી યોગ ટ્રેનિંગ અને વેલનેસ કંપની શરૂ કરી. 2013માં કંપનીની શરૂઆત સાથે સર્વેશે દેશના 50 કરોડ યુવાનોને તેના કાર્યક્રમો અને યોગ સાથે જોડવાનું લક્ષ્ય નક્કી કર્યું.
આજે તેની કંપનીના દેશના 32 શહેરોમાં લગભગ 90 સ્ટુડિયો છે. Tracxn અનુસાર, આજે આ કંપનીનું વેલ્યુએશન લગભગ 117 કરોડ રૂપિયા છે. સર્વેશની કંપનીમાં ગ્રોથ જોઈને મોટા ચહેરાઓએ પણ રોકાણ કર્યુ. મલાઈકા અરોરા, શાહિદ કપૂર અને તેની પત્ની મીરા કપૂર સિવાય, સુપરસ્ટાર રજનીકાંતની પુત્રી ઐશ્વર્યા રજનીકાંત અને વૈશ્વિક સ્ટાર જેનિફર લોપેઝે પણ Zorbaમાં રોકાણ કર્યું છે. સર્વેશના પિતા શશિ કુમાર પણ એક બિઝનેસમેન અને સબરી ગ્રુપના ચેરમેન છે.
આલિયા ભટ્ટ અને યામી ગૌતમ સહિત અનેક સેલિબ્રિટીઓને સર્વેશ ફિટનેસ મંત્ર આપી રહ્યો છે, આના પરથી અંદાજ લગાવી શકાય છે કે આજે સર્વેશની કંપની ક્યાં સુધી પહોંચી છે.સર્વેશ જાહ્નવી કપૂર, શ્રિયા સરન, જેકલીન ફર્નાન્ડીઝ સહિત અનેક ક્રિકેટ ખેલાડીઓને પણ ફિટનેસ મંત્ર આપે છે. ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બોલર જસપ્રિત બુમરાહ કે જે સારા ફોર્મમાં છે તેને વિશ્વના દિગ્ગજ ખેલાડીઓમાં ગણવામાં આવે છે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર જાન્યુઆરી 2024 સુધી તેની સંપત્તિ લગભગ 55 કરોડ રૂપિયા હતી.
ત્યાં આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાની કુલ નેટવર્થ લગભગ 91 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. ત્યારે પ્રખ્યાત ક્રિકેટરની સરખામણીમાં સર્વેશ શશીની નેટવર્થ 117 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. સર્વેશની કંપની 2013માં શરૂ થયાના માત્ર 3 વર્ષ પછી એટલે કે 2016માં 100 કરોડના મૂલ્યાંકન પર પહોંચી ગઇ હતી. જાન પહેચાન ન હોવા છતાં સર્વેશે ડ્વેન ‘ધ રોક’ જોન્સન અને નાઓમી કેમ્પબેલ જેવી મશહૂર હસ્તીઓ સાથે વાત વધારી. અહીં સુધી કે તેણે જેનિફર લોપેઝનો કોન્સર્ટ જોવા પ્રાઇવેટ વિમાનથી લાસ વેગાસ સુધી ઉડાન ભરી.