કેનેડા જતા અને ત્યાં રહેતા ભારતીયો માટે આવી મોટી ખબર, ત્યાં ભણતા વિદ્યાર્થીઓ હવે કરી શકે છે ફક્ત આટલા કલાકો સુધી કામ, જાણો સમગ્ર મામલો

કેનેડા ડોલર છાપવા જતા ગુજરાતીઓ માટે બેડ ન્યૂઝ! હવે માથે પડશે ટિકિટનો ખર્ચો, જાણો નવી અપડેટ

Canada Student Work Policy : આપણા દેશમાંથી રોજ ઘણા બધા લોકો વિદેશ ભણવા અને કમાવવા માટે જતા હોય છે. ઘણા ગુજરાતીઓનું પણ આ સપનું હોય છે અને ગમે તે રીતે તે વિદેશમાં જતા હોય છે. ગુજરાતીઓની પહેલી પસંદ અમેરિકા છે, પરંતુ અમેરિકા જવું પણ એટલું સહેલું નથી હોતું, ત્યારે ઘણા વિદ્યાર્થીઓ કેનેડા ભણવા માટે જાય છે. ભણવાનું તો ફક્ત બહાનું હોય છે. તેમનો મુખ્ય ઉદ્દેશ ત્યાં સારા પૈસા કમાવવાનો હોય છે. પરંતુ વિદ્યાર્થીઓ માટે વિદેશમાં કામના કલાકો પણ નક્કી કરવામાં આવ્યા છે.

ત્યારે હાલ કેનેડામાં રહેતા ભારતીયો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતના વિદ્યાર્થીઓ સહિત આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ સપ્ટેમ્બરથી દર અઠવાડિયે માત્ર 24 કલાક કેમ્પસમાં કામ કરી શકશે. આ નિયમ મંગળવાર એટલે કે આજથી લાગુ થઈ ગયો છે. વાસ્તવમાં, વિદ્યાર્થીઓને કેમ્પસની બહાર અઠવાડિયામાં 20 કલાકથી વધુ કામ કરવાની મંજૂરી આપતી અસ્થાયી નીતિ 30 એપ્રિલ, 2024 ના રોજ સમાપ્ત થઈ ગઈ છે અને હવે તેને લંબાવવામાં આવશે નહીં.

ઇમિગ્રેશન, રેફ્યુજીસ અને સિટીઝનશિપ મિનિસ્ટર માર્ક મિલરે સોમવારે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે અમારો ઇરાદો વિદ્યાર્થીઓ કેમ્પસમાં દર અઠવાડિયે કામ કરી શકે તેવા કલાકોની સંખ્યાને 24 કલાકમાં બદલવાનો છે. તેમણે કહ્યું કે કેનેડાની સરકાર સમગ્ર દેશમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની નોંધણીમાં વૃદ્ધિને પ્રતિબંધિત કરી રહી છે.  તમને જણાવી દઈએ કે વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોની લિબરલ પાર્ટીના નેતૃત્વવાળી સરકારે દેશમાં શ્રમિકોની અછતને દૂર કરવા માટે કોવિડ-19 રોગચાળા દરમિયાન આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે કામના કલાકોની 20 કલાકની મર્યાદાને અસ્થાયી રૂપે માફ કરી દીધી હતી.

ભારતીય વિદ્યાર્થીઓ માટે કેનેડા સૌથી વધુ માંગવાળો દેશ છે. કેનેડિયન બ્યુરો ફોર ઈન્ટરનેશનલ એજ્યુકેશન (CBIE)ના 2022ના રિપોર્ટ અનુસાર, કેનેડામાં 3,19,130 ​​ભારતીય વિદ્યાર્થીઓ હતા. કેનેડામાં સ્થિત બંને કોલેજો અને યુનિવર્સિટીઓમાં, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ભારતીયો મોટાભાગની બેઠકો ધરાવે છે. મિલરે કહ્યું કે કેનેડામાં આવનારા વિદ્યાર્થીઓએ અભ્યાસ માટે અહીં આવવું જ જોઈએ.

તેમને આગળ જણાવ્યું કે આમ, વિદ્યાર્થીઓને દર અઠવાડિયે 24 કલાક સુધી કામ કરવાની મંજૂરી આપવી એ સુનિશ્ચિત કરશે કે તેઓ મુખ્યત્વે તેમના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જ્યારે જરૂરી હોય તો કામ કરવાનો વિકલ્પ પણ ધરાવે છે. તેમણે કહ્યું કે કેમ્પસની બહાર કામ કરવાથી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને કામનો અનુભવ મળશે. તે કેટલાક ખર્ચાઓને ટાળવામાં પણ મદદ કરે છે.

Niraj Patel