IPL મેચ માટે ખરીદી 4500 રૂપિયામાં ટિકિટ, સ્ટેડિયમ પહોંચ્યો તો થઇ ગયો સીન- યુઝર્સ બોલ્યા- આ તો સ્કેમ છે ભાઇ

4500 રૂપિયામાં ખરીદી IPL મેચની ટિકિટ, પણ સ્ટેડિયમ પહોંચ્યો તો થઇ ગયો ઝોલ…યુઝર્સ બોલ્યા- આ તો સ્કેમ છે ભાઇ

IPL 2024ની 18મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે હોમ ગ્રાઉન્ડ પર 5 વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સને 6 રનથી હરાવીને સિઝનની બીજી જીત નોંધાવી. આ મેચમાંથી એક એવી ઘટના સામે આવી છે, જેને જાણીને તમે પણ તમારુ માથું પકડી લેશો.

આ આઈપીએલ મેચ દરમિયાન એક ક્રિકેટ ચાહકને ત્યારે આંચકો લાગ્યો જ્યારે તેને ખબર પડી કે તેની બુક કરેલી સીટ જ ગાયબ છે. આ વ્યક્તિએ મેચની ટિકિટ 4500 રૂપિયામાં ખરીદી હતી. જો કે આટલા રૂપિયા ખર્ચવા છત્તાં પણ તેને ઉભા રહીને મેચ જોવી પડી હતી. જુનૈદ અહેમદ નામના એક યુવકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં તેની નિરાશા વ્યક્ત કરી હતી.

તેણે સીટ નંબર J 66 4500 રૂપિયામાં બુક કરાવી હતી, જે સીટ સ્ટેડિયમમાં હતી જ નહિ. @junaid_csk_7 નામના હેન્ડલથી X પર પોસ્ટ કરતાં જુનૈદે લખ્યું – નિરાશ છું કે મેં સીટ બુક કરી જેનો નંબર J66 હતો. ક્ષમા કરો પણ આ સીટ જ નહોતી. મારે સ્ટેન્ડમાં ઉભા રહીને મેચ જોવી પડી. શું મને રિફંડ કે વળતર મળશે ? બાદમાં જુનૈદે તેની પોસ્ટ પર કોમેન્ટ કરી લખ્યુ- મિસીંગ સીટ ઇંનનિંગ્સ બ્રેકમાં J69-70 વચ્ચે મળી હતી, કોઈએ તેને મિક્સ કરી દીધી હતી.

આ પોસ્ટને અત્યાર સુધીમાં લાખોમાં વ્યૂઝ મળ્યા છે. ઘણા લોકો પોસ્ટ પર કમેન્ટ કરી પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે- ભાઈ, આ શું સ્કેમ છે. જ્યારે બીજાએ લખ્યું- કોઈ નેતાએ આવીને ખુરશી ચોરી લીધી હશે કારણ કે તેને ખુરશીઓ પસંદ છે. અન્ય એક યુઝરે લખ્યું- આ બ્લેક ટિકિટ કરતાં પણ મોટો સ્કેમ છે.

Shah Jina