વાયરલ વડાપાવ ગર્લ બાદ હવે આવ્યો 12 વર્ષનો વડાપાવ બોય..કહ્યુ- દીદીનો વડાપાવ સારો નથી, દીદી બહુ સુંદર છે એટલે બધા તેને જોવા જાય છે- જુઓ વીડિયો

આ દિવસોમાં મુંબઈનો પ્રખ્યાત વડાપાવ દિલ્હીમાં ધૂમ મચાવી રહ્યો છે અને આ સાથે વડાપાવ ગર્લ સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઈ રહી છે. જો કે, હવે વડાપાવ ગર્લ સાથે 12 વર્ષનો વડાપાવ બોય પણ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવવા આવી ગયો છે. આ વડાપાવ બોયનો વીડિયો વાયરલ થયા બાદ લોકોની લાંબી કતારો તેની રેકડી પર જોવા મળી રહી છે.

આ નાનકડો 12 વર્ષનો છોકરો પોતાની સાહસ અને હિંમત દ્વારા પોતાના સપના પૂરા કરી રહ્યો છે. આ નાના બાળકનું નામ છે અલ્ફેઝ, જે દિલ્હીના લક્ષ્મી નગરમાં પોતાના માતા-પિતા સાથે રહે છે. અલ્ફેઝ એટલા માટે વાયરલ થઇ રહ્યો છે કારણ કે તેણે વડાપાવ ગર્લ વિશે કહ્યુ હતુ કે દીદીનો વડાપાવ સારો નથી, દીદી બહુ સુંદર છે એટલે બધા તેને જોવા જાય છે વગેરે વગેરે…

જો કે, અલ્ફેઝનું કહેવુ છે કે આ બોલવા માટે તેને એક વીડિયો બનાવનાર બ્લોગરે કહ્યુ હતુ. તે બ્લોગર વડાપાવ ગર્લ ચંદ્રિકા ગેરા દીક્ષિતનો પણ વીડિયો ઉતારી ચૂક્યો છે. અલ્ફેઝને મળવા ચંદ્રિકા તેના સ્ટોલ પર પહોંચી હતી અને તેણે અલ્ફેઝના હાથનો બનાવેલ વડાપાવ પણ ખાધો હતો. તેણે આ વડાપાવને ટેસ્ટી પણ કહ્યો હતો.

ન્યુઝ 18ના રીપોર્ટ અનુસાર, અલ્ફેઝને દિલ્હી આવ્યાને માત્ર ત્રણેક મહિલા જેટલો જ સમય થયો છે. તેનું સપનું મોટો થઈને IAS ઓફિસર બનવાનું છે. તે હાલમાં છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરે છે અને તે સવારે શાળાએ જઇ પછી સાંજે પિતા સાથે વડાપાવના સ્ટોલ પર તેમને મદદ કરે છે. તે કહે છે કે પિતાને મદદ કરવામાં તેને ઘણો આનંદ થાય છે.

Shah Jina