‘વોન્ટેડ’થી ‘સિંઘમ’ સુધી… વિલન બની પ્રકાશ રાજે જીત્યુ દર્શકોનું દિલ, પહેલી પત્ની સાથે છૂટાછેડા બાદ 12 વર્ષ નાની ફેમસ કોરિયોગ્રાફર સાથે કર્યા લગ્ન

સાઉથના દિગ્ગજ હસ્તી પર દીકરાના નિધન પછી તૂટી પડ્યો હતો દુખોનો પહાડ, ખેતરમાં બાળી લાશ, દર્દનાક છે સ્ટોરી

સાઉથના ફેમસ એક્ટર પ્રકાશ રાજના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા છે, કોઇના કોઇ વિવાદિત નિવેદનને કારણે ચર્ચામાં રહેનારા એક્ટરની એક્ટિંગ તારીફલાયક છે. સીરિયસ રોલ હોય કે કોમેડી તે બધામાં ફિટ બેસે છે. બેબાક નિવેદનોને કારણે ચર્ચામાં રહેનારા એક્ટરે ઘણા એવોર્ડ્સ પોતાના નામે કર્યા છે. આજે અમે તમને પ્રકાશ રાજની લાઇફ સાથે જોડાયેલા કેટલાક કિસ્સા જણાવવા જઇ રહ્યા છીએ. પ્રકાશ રાજને ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતાઓમાંના એક ગણવામાં આવે છે. તેમનું સાચું નામ પ્રકાશ રાય છે.

અભિનેતાએ તેની અભિનય કારકિર્દીની શરૂઆત દૂરદર્શનની સીરીયલ “બિસિલુ કુદુરે” થી કરી હતી. ફિલ્મોની વાત કરીએ તો, અભિનેતાએ વર્ષ 1994માં તમિલ સિનેમાથી કારકિર્દીની શરૂઆત કરી હતી. તેને તેની પહેલી ફિલ્મ માટે માત્ર 300 રૂપિયા મળ્યા હતા. જો કે અભિનેતાએ ઘણી ફિલ્મો અને સિરિયલોમાં કામ કર્યું હતું, પરંતુ જો આપણે એવા રોલની વાત કરીએ જેણે તેમને વાસ્તવિક ઓળખ અપાવી તો તે ‘વોન્ટેડ’ ફિલ્મ હતી. અભિનેતાએ માત્ર તમિલ અને બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં જ નહિ પણ તેલુગુ અને કન્નડમાં પણ કામ કર્યું છે.

બોલિવૂડની હિટ ફિલ્મોની વાત કરીએ તો ‘સિંઘમ’, ‘બુઢા હોગા તેરા બાપ’, ‘હીરોપંતી’ વગેરે જેવી શાનદાર ફિલ્મો કરી છે. 38 વર્ષના ફિલ્મી કરિયરમાં પ્રકાશ રાજે 5 નેશનલ એવોર્ડ, 5 ફિલ્મફેર અને 3 વિજય એવોર્ડ પોતાના નામે કર્યા છે. અભિનય ઉપરાંત પ્રકાશ રાજ તેમના ઉશ્કેરણીજનક નિવેદનો માટે જાણીતા છે. આનું પરિણામ એ આવ્યું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેના પર 6 વખત પ્રતિબંધ મૂકવામાં આવ્યો. તેને પોતાના અંગત જીવનમાં પણ ઘણી તકલીફોમાંથી પસાર થવું પડ્યું.

અંગત જીવનની વાત કરીએ તો, પ્રકાશ રાજે 1994માં અભિનેત્રી લલિતા કુમારી સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નથી તેમને પુત્રીઓ મેઘના, પૂજા અને એક પુત્ર સિદ્ધુ. પ્રકાશ રાજના જીવનમાં બધું બરાબર ચાલી રહ્યું હતું પરંતુ પુત્રના આકસ્મિક અવસાનથી બધુ વિખેરાઈ ગયું. 2004માં 5 વર્ષનો સિદ્ધુ પતંગ ઉડાડતી વખતે પડી ગયો અને ડોક્ટરો પણ તેને ન બચાવી શક્યા.

પુત્રના મૃત્યુ પર પ્રકાશ રાજે કહ્યું હતું કે, તેમણે તેમના પુત્રના મૃતદેહને તેમના ખેતરમાં સળગાવી દીધો હતો. આ વિશે તેમનું કહેવું હતું – હું ઘણી વખત ત્યાં જતો હતો. ત્યાં જઈને મને લાગે છે કે હું કેટલો લાચાર છું. હું મારી દીકરીઓને ખૂબ પ્રેમ કરું છું, પરંતુ અત્યારે હું મારા પુત્રને ખૂબ જ યાદ કરું છું. પુત્રના મૃત્યુ બાદ પ્રકાશ રાજ અને પત્ની લલિતા વચ્ચે અણબનાવ શરૂ થયો અને બંને રોજ કોઈને કોઈ મુદ્દે બિનજરૂરી લડાઈ કરતા. પરિણામે બંનેએ વર્ષ 2009માં છૂટાછેડા લઇ લીધા.

આ છૂટાછેડાને માત્ર એક વર્ષ જ થયું હતું કે 24 ઓગસ્ટ 2010ના રોજ પ્રકાશે કોરિયોગ્રાફર પોની વર્મા સાથે લગ્ન કર્યા, જે તેમનાથી 12 વર્ષ નાની છે. લગ્નના 5 વર્ષ બાદ પોનીએ પુત્ર વેદાંતને જન્મ આપ્યો. મીડિયા રીપોર્ટ્સ અનુસાર, પ્રકાશ રાજની કુલ સંપત્તિ લગભગ 50 કરોડ રૂપિયા છે. તે એક ફિલ્મ માટે 2.50 કરોડ જેટલા રૂપિયા લે છે.

Shah Jina