આ કાકાએ તો ભારે કરી હો ભાઈ સાહેબ…મોઢામાં સિગારેટ નાખીને ધડાધડ હવામાં ઉડાવ્યા રોકેટ, લોકોએ કહ્યું.. “આ નાસાનો..” જુઓ વીડિયો

હાથમાં રોકેટ લઈને આ કાકાએ પોતાના મોઢામાં રહેલી સિગારેટથી સળગાવી હવામાં ઉડાવ્યા, વીડિયો જોઈને લોકોની પણ આંખો થઇ ગઈ ચાર, જુઓ

દિવાળીનો તહેવાર હોય અને ફટાકડા ના ફૂટે એ તો કેમ બને, દિવાળી પહેલા અને દિવાળી પછી પણ લોકો ફટાકડા ફોડતા હોય છે. નાનાથી લઈને મોટેરાઓ સુધી બધા ફટાકડાની મજા માણતા હોય છે. આ દરમિયાન ફટાકડા ફોડવાના ઘણા બધા વીડિયો પણ સોશિયલ મીડિયામાં સામે આવતા હોય છે, જેમાં ઘણા લોકો અજીબો ગરીબ રીતે ફટાકડા ફોડવાનો આનંદ માણતા હોય છે.

દિવાળીના માહોલ વચ્ચે ફટાકડા સાથે જોડાયેલો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર ફરી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ સિગારેટ વડે રોકેટને આગ લગાડતો અને તેને ફોડતો જોવા મળે છે. વ્યક્તિનો આ ખતરનાક સ્ટંટ વીડિયો IFS ઓફિસર સુશાંત નંદાએ શેર કર્યો છે.

વિડિયો શેર કરતા IFS સુશાંતે મજાકમાં તેના કેપ્શનમાં લખ્યું – ‘NASAના સ્થાપક ચોક્કસપણે ભારતના હતા.’ આ વીડિયોને અત્યાર સુધીમાં 10 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. આ અંગે સેંકડો લોકોએ કોમેન્ટ પણ કરી છે. વાયરલ વીડિયો 2018નો જણાવવામાં આવી રહ્યો છે. તેમાં એક આધેડ વયનો માણસ દેખાય છે. તે રસ્તાની વચ્ચે ઉભો છે.

આ વ્યકતિના હાથમાં દિવાળીના ઘણા રોકેટ છે. તેણે મોંમાં સિગારેટ દબાવી. સિગારેટ વડે તે એક પછી એક રોકેટ સળગાવે છે અને હવામાં છોડે છે. તેના હાવભાવ પરથી લાગે છે કે તે ફટાકડાથી બિલકુલ ડરતો નથી. આ વ્યક્તિએ માત્ર 20 સેકન્ડમાં 11 રોકેટ વિસ્ફોટ કર્યા. જો કે, અમે તમને જણાવી દઈએ કે ફટાકડા ફોડવામાં સાવધાની રાખવી જરૂરી છે. ગુજ્જુરોક્સ તમને આવું જોખમ ભરેલું કામ કરવાની સલાહ આપતા નથી.

Niraj Patel