અમદાવાદના આ ગરબા પ્રેમીએ બનાવી “રિયલ હીરો”ની તસવીરો સાથેની પાઘડી, સોનુ સુદ પણ જોઈને થયા ફિદા, શેર કરી તસવીર

હવે ગણતરીના દિવસોમાં જ નવરાત્રીની શરૂઆત થવાની છે, ત્યારે છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે નવરાત્રીનો માહોલ બરાબર જોવા ના મળ્યો, પરંતુ આ વર્ષે કોરોનાના ઓછા કેસને ધ્યાનમાં રાખીને સામાન્ય છૂટછાટ મળી છે ત્યારે ગરબા પ્રેમીઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, આ દરમિયાન ખેલૈયાઓ પણ નવરાત્રી માટેની તૈયારીઓ આરંભી દીધી છે.

નવરાત્રીનો તહેવાર ગુજરાત માટે ખુબ જ ખાસ માનવામાં આવે છે, અને ગરબા રસિકો અને ખેલૈયાઓ ગરબામાં અવનવા પહેરવેશ દ્વારા નવરાત્રીના ગરબામાં ચાર ચાંદ લગાવતા હોય છે, ત્યારે હાલમાં જ એક ગરબા રસિકે એક એવી સરસ મજાની પાઘડી બનાવી છે તેને જોઈને સોનુ સુદ પણ પોતાની જાતને ના રોકી શક્યા અને તેની તસ્વીર તેમના સોશિયલ મીડિયામાં શેર કરી છે.

કોરોનાના કપરા સમયમાં સોનુ સુદ લોકોની મદદ માટે આગળ આવ્યા અને તેમને દેશના સાચા હીરો તરીકેની ઉપાધિ મળી. ઘણી જગ્યાએ લોકો સીનું સુદને ભગવાનની જેમ પૂજવા લાગ્યા, ત્યારે આ અમદાવાદી યુવાને પણ સોનુ સુદ માટે ખાસ અંદાજમાં તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.

અમદાવાદમાં રહેતા અનુજ મુદલિયારે એક સરસ મજાની પાઘડી બનાવી છે, જેનું વજન સવા ચાર કિલો છે. આ પાઘડીને “ધ રિયલ હીરો” પાઘડી તરીકે નામ મળ્યું છે. આ પાઘડીની અંદર અભિનેતા સોનુ સુદની તસવીરો જોવા મળી રહી છે, આ ઉપરાંત પીએમ નરેન્દ્ર મોદીની પણ તસવીર જોવા મળે છે.

અનુજ દ્વારા બનાવવામાં આવેલી આ પાઘડીને જોઈને સોનુ સુદ પણ ખુબ જ ખુશ થઇ ગયા. હતા તેમને પણ તેમના ફેસબુક એકાઉન્ટ ઉપર આ પાઘડીની તસવીર શેર કરી અને કેપશનમાં “Humbled” લખ્યા બાદ લાલ દિલ સાથે બે હાથ જોવાનું પણ ઈમોજી શેર કર્યું હતું. એક ગુજરાતની આ કલાકારી ઉપર સોનુ સુદ પણ ફિદા થયેલા જોવા મળ્યા હતા.

અનુજ દર વખતે નવરાત્રીની અંદર અલગ અલગ થીમ ઉપર પાઘડી બનાવે છે. અને દર વખતે તેની આ નવરાત્રીમાં બનાવેલી એક અલગ થીમની પાઘડીની ચર્ચાઓ થતી હોય છે, ત્યારે આ વખતે પણ દેશના રિયલ હીરો ઉપર બનાવેલી આ પાઘડીની ચર્ચાઓ ઠેર થઈ થતી જોવા મળી રહી છે. વળી સોનુ સુદ દ્વારા તેની તસવીરો શેર કરવામાં આવતા અનુજે તેમનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.

Niraj Patel