તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રીટા રીપોર્ટરનું પાત્ર ભજવનાર પ્રિયા આહુજા હાલમાં પોતાની પ્રેગનન્સી એન્જોય કરી રહી છે, તે પોતાના પહેલા બાળકના આ દુનિયામાં આવવાની રાહ જોઈ રહી છે. ત્યારે પ્રિયાના બેબી શાવરની તસ્વીરો હાલમાં સોશિયલ મીડિયા પર ચર્ચાઓમાં છે.
રીટા રિપોર્ટર એટલે લે પ્રિયા આહુજાએ પતિ માલવ રાજદા સાથે મેટરનિટી શૂટ કરાવ્યું હતું. આ ફોટોશૂટમાં બન્ને બહુ જ મનમોહક લાગી રહ્યા છે. પ્રિયા આહુજા બ્લુ ગાઉનમાં બહુજ ખુબસુરત લાગી રહી છે.
પ્રિયાના મોઢા પર જલ્દી માતા બનવાની ખુશીની કંઈક અલગ જ ચમક જોવા મળી રહી છે. પ્રેગનેંન્સીના કારણે પ્રિયાની સુંદરતામાં ચાર ચાંદ લાગી ગયા છે. પ્રિયા ગમે ત્યારે બાળકને જન્મ આપશે. આજકાલ પ્રિયા માતૃત્વનો આનંદ માણી રહી છે.
બીજી તસ્વીરોમાં તે બેબી બમ્પ ફ્લોન્ટ કરતી નજરે ચડે છે. મેટરનિટી ફોટોશૂટ દરમિયાન પ્રિયા આહુજા અને માલવ રાજદાએ પિન્ક શેડ્સને પસંદ કર્યો હતો. બન્ને એક કલરના ડ્રેસમાં બહુજ સુંદર લાગી રહ્યા હતા. પ્રિયા આહુજાએ મેટરનિટી પોસ્ટ શેર કરતા લખ્યું હતું કે, ‘એક બહુજ રોમાંચક સફર શરૂ થશે.’ આ તસ્વીર તે વાતની સાબિતી આપે છે કે, માતૃત્વનું સુખ તમને વધુ સુંદર દેખાડે છે.
પ્રિયાએ આ વર્ષ જન્માષ્ટમી પર સોશિયલ મીડિયા દ્વારા પ્રેગનેંન્સીની જાહેરાત કરી હતી. યલો ટી-શર્ટમાં પ્રિયા આહુજા અને માલવ રાજદેએ કેઝ્યુઅલી લુકમાં પોઝ પણ આપ્યો હતો. આ બન્નેના ડ્રેસ પર ‘ડેડી ટુ બી’ અને ‘બેબી લોડિંગ’ લખ્યું હતું.
જણાવી દઈએ કે પ્રિયા આહુજાના પતિ માલવ રાજદા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોના ચીફ ડિરેક્ટર છે. નવેમ્બર 2019માં બંને લગ્નના બંધનમાં બંધાયા. આ શોના સેટ પર જ બંનેની એકબીજા સાથે મિત્રતા થઇ અને બંનેને પ્રેમ થયો અને એ પછી બંનેએ લગ્ન કરી લીધા.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.