શું ઋષભ પંતની કારના અકસ્માતમાં બાદ લોકો લાખો રૂપિયા અને સોનાની ચેઇન લૂંટીને ફરાર થઇ ગયા ? જુઓ વીડિયો પોલીસે આ મામલે શું કહ્યું ?

ઋષભ પંતની કારમાં રહેલા લાખો રૂપિયા લૂંટી ગયા લોકો ? SSPએ આપ્યું આ બાબતે મોટું નિવેદન… જુઓ વીડિયો

ગઈકાલે  વહેલી સવારે ભારતીય ટીમના ખેલાડી ઋષભ પંતની કારને એક જબરદસ્ત અકસ્માત નડ્યો. તે પોતાની માતાને સરપ્રાઈઝ આપવા માટે વહેલી સવારે પોતાની લક્ઝુરિયસ મર્સીડીઝ કાર લઈને પોતાના ગામ જઈ રહ્યો હતો. ત્યારે જ અચાનક તેને ઝોકું આવી જતા તેની કારનું બેલેન્સ બગડ્યું અને કાર ડિવાઈડર સાથે અથડાઈ રોડની બીજી તરફ પડી, જેમાં કારમાં ભીષણ આગ પણ લાગી ગઈ.

આ અકસ્માતમાં ઋષભ કારના કાચ તોડીને માંડ માંડ પોતાનો જીવ બચાવીને બહાર નીકળ્યો હતો. જેના બાદ તેને સારવાર માટે હોસ્પિટલમા દાખલ કરવામાં આવ્યો. પરંતુ આ અકસ્માત બાદ કેટલીક એવી વાતો પણ સામે આવી હતી કે ઋષભ પંત પાસે ગાડીમાં 3-4 લાખ રૂપિયા પડ્યા હતા અને અકસ્માત બાદ તે રોડ પર વિખેરાઈ જતા લોકો તેને લઈને ભાગી ગયા હતા. આ ઉપરાંત તેની ચેઇન પણ લઇ લીધી હતી.

ત્યારે હવે આ મામલે પોલીસનું પણ નિવેદન સામે આવ્યું છે. હરિદ્વાર પોલીસે હવે આ હકીકતોને નકારી કાઢી છે. SSP અજય સિંહે સ્પષ્ટતા કરી કે કેટલીક ચેનલો અને પોર્ટલ પર એવું કહેવામાં આવી રહ્યું છે કે ઋષભનો કેટલોક સામાન લૂંટાયો છે જ્યારે આ નિવેદન બિલકુલ ખોટું છે. ઘટનાના થોડા સમય બાદ ઘટનાસ્થળે પહોંચેલા પોલીસ અધિકારીઓએ પ્રત્યક્ષદર્શીઓ અને આસપાસના લોકો પાસેથી સંપૂર્ણ માહિતી લીધા બાદ જણાવ્યું કે આવી કોઈ વાત સામે આવી નથી.

હોસ્પિટલમાં પ્રારંભિક સારવાર દરમિયાન રિષભ પંતે પોતે કહ્યું હતું કે એક બેગ (સુટકેસ) સિવાય કારની સાથે તેમનો તમામ સામાન બળીને રાખ થઈ ગયો હતો. હરિદ્વાર પોલીસે ઉક્ત સૂટકેસ અને સ્થળ પરથી મળેલી રોકડ, બ્રેસલેટ અને ચેન રિષભની સામે હોસ્પિટલમાં રિષભ પંતની માતાને સોંપી દીધા.

 

Niraj Patel