ક્રિકેટર રિંકુ સિંહના પિતાની સાદગીએ જીત્યુ દિલ, દીકરો સ્ટાર ક્રિકેટર તો પણ પિતા વેચી રહ્યા છે ગેસ સિલિન્ડર, જુઓ વીડિયો

દીકરો સેલિબ્રિટી પણ પિતા ઉઠાવે છે ગેસ સિલિન્ડર…ભારતના આ ક્રિકેટરની કહાની સાંભળી આંખમાંથી આવી જશે આંસુ

કોઇ ખેલાડી ભારતીય ક્રિકેટ ટીમમાં જો સિલેક્ટ થઇ જાય તો તેના સિતારા બુલંદી પર આવી જાય છે. તેના પર પૈસાનો વરસાદ થવા લાગે છે. જો કે, ભારતનો એક ખેલાડી એવો પણ છે કે જે IPL-2023માં ધમાલ મચાવ્યા બાદ ટીમ ઇન્ડિયામાં સિલેક્ટ થઇ ગયો પરંતુ તેના પિતા હજુ પણ સિલિન્ડર ઉઠાવવાનું કામ કરે છે.

ઇન્ડિયન પ્રીમિયર લીગની છેલ્લી સિઝન એટલે કે IPL-2023માં કોલકાતા નાઇટરાઇડર્સ માટે રમતા છેલ્લી ઓવરમાં સતત 5 સિક્સ ફટકારી દિલ જીતી લેનાર રિંકુ સિંહને સારા પ્રદર્શનનું ઇનામ મળ્યુ છે. એક મેચથી રાતોરાત હિરો બની જનાર રિંકુ સિંહને આયરલેન્ડના દૌરા સમયે તેમજ એશિયન ગેમ્સ માટે ભારતીય ટીમમાં જગ્યા મળી હતી. આ પછીથી તેણે ક્યારેય પાછુ વળીને નથી થયુ. હવે રિંકુ સ્ટાર બેટ્સમેન બની ગયો છે.

ઘણી મેચોમાં તેણે તેની કુશળતા સાબિત કરી છે. રિંકુ સિંહે કહ્યુ હતુ કે- અમારુ કામ માત્ર રન બનાવવાનું છે, મેચ મળશે તો સારી કરીશું, હું વધારે વિચારતો નથી. ઇશ્વર બસ જોઇ લે. આપણા હાથમાં તો માત્ર મહેનત છે, મહેનત કરતા રહીશું, જોઇએ આગળ શું થાય છે. પોતાના ભાઇઓ અને પિતા સાથે ઘરો અને હોટલોમાં એલપીજી સિલિન્ડર સપ્લાય કરનાર રિંકુ સિંહે કહ્યુ કે- બેશક મારા માતા-પિતા, ભાઇ, મારા બાળપણના કોચ (મસૂદ અમીની) બધા ખુશ છે.

આ બધાનું સપનું હતુ. હું અત્યારના સમયમાં જીવવાનું પસંદ કરું છું. ઉમ્મીદ છે કે ઇશ્વરનો આશીર્વાદ બન્યો રહેશે. કડી મહેનત કરવી મારા હાથમાં છે અને હું આવું કરતો રહીશ, પછી જોઇએ શું થાય છે. રિંકુએ આઇપીએલ અને કેટલીક ફર્સ્ટ ક્લાસ મેચ રમી નવું મકાન પણ બનાવ્યુ જેમાં પૂરો પરિવાર એકસાથે રહે છે. જોકે, રિંકુના પિતા આરામ કરવાની જગ્યાએ અત્યારે પણ મહેનત કરે છે.

આ વિશે રિંકુ સિંહે કહ્યુ કે- મેં પપ્પાને કહ્યુ કે તેઓ આરામ કરી શકે છે, પણ તેઓ અત્યારે પણ સિલિન્ડર આપવા જાય છે. તેમને અત્યારે પણ તે કામ પસંદ છે. એક લેવલ પર હું તેમને સમજાઉં છું. જો તેઓ ઘરે આરામ કરવાનું શરૂ કરી દેશે તો કંટાળી જશે. જો કોઇએ પૂરા જીવનમાં કામ કર્યુ છે તો તેઓ જ્યાં સુધી ઇચ્છશે ત્યાં સુધી કામ કરશે, તેમને રોકાવા માટે કહેવું મુશ્કેલ છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Shah Jina