GujjuRocks

Birthday Special: લાઇમ લાઈટથી દૂર રહે છે અનિલ કપૂરની બીજી દીકરી, સંભાળે છે કરોડોની સંપત્તિ

બોલીવુડમાં કપૂર પરિવારને કોણ નથી જાણતું. અમે કરીના કપૂરની નહીં પરંતુ સોનમકપુરની વાત કરીએ છીએ. બોલીવુડમાં કામ કરી પ્રસિદ્ધિ મેળવનાર અનિલ કપૂરના પરિવારનું કોઈને કોઈ સભ્ય ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝનો હિસ્સો છે. તેનો મોટો ભાઈ બોની કપૂર પણ સારો ફિલ્મ પ્રોડ્યુસર છે. તો અનિલ કપૂરનો નાનો ભાઈ સંજય કપૂર 90ના દાયકાનો ફેમસ એક્ટર છે.

આ સિવાય અનિલ કપૂરનો ભત્રીજો અર્જુન કપૂર અને અનિલ કપૂરના ખુદના બાળકો સોનમ કપૂર અને હર્ષવર્ધન કપૂર પણ બોલીવુડમાં એક્ટર તરીકે કામ કરી રહ્યા છે. ત્યારે મનમાં સવાલ એ ઉઠે છે કે, આખરે અનિલ કપૂરની નાની દીકરી રિયા કપૂર કેમ હજુ સુધી ફિલ્મમાં નજરે નથી આવી. તમને જાણીને હેરાની થશે કે,રિયા કપૂર એક્ટ્રેસ તરીકે કામ ના કરવા પાછળનું કારણ અનિલ કપૂર પણ છે. રિયાના જન્મદિવસ પર અમે તમેં બતાવીશું કારણ.

મુંબઈના ચેમ્બુરમાં જન્મેલી રિયા કપૂરે આજે તેનો 33મો જન્મદિવસ મનાવી રહી છે. રિયા કપૂરે અત્યાર સુધી ઘણી ફિલ્મનું નિર્માણ કર્યું છે. આ સિવાય રિયા કપૂર ફેશન સ્ટાઇલિસ્ટ છે. રિયા તેની બહેન સોનમ કપુર સાથે મળીને એક બ્રાન્ડ ચલાવે છે.

રિયાએ ન્યુયોર્કમાં ડ્રામેટિક લિટરેચરમાં ગ્રેજ્યુએશન કર્યું છે. આ બાદ તે ફિલ્મના પ્રોડક્શન ક્ષેત્રમાં આવી ગઈ હતી. રિયાએ વર્ષ 2010માં ફિલ્મ ‘આયશા’ બનાવી હતી. આ ફિલ્મમાં સોનમ કપૂર લીડ રોલમાં હતી. આ એક રોમેન્ટિક ડ્રામા હતી.

આ બાદ રિયાએ 2014માં ફિલ્મ ખુબસુરત બનાવી હતી. આ ફિલ્મમાં સોનમ કપૂર અને પાકિસ્તાની એક્ટર ફવાદ ખાન પણ લીડ રોલમાં હતા. આ ફિલ્મ ખાસ કંઈ ચાલી ના હતી.

આ બાદ રિયાએ વીરે દી વેડિંગ પ્રોડ્યુસ કરી હતી. આ ફિલ્મમાં કરીના કપૂર, સોનમ કપૂર, સ્વરા ભાસ્કર અને શિખા તલસાણીયા હતા. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ થઇ હતી.

રિયાએ કરણ જોહરના શો પર તે એક્ટ્રેસ તરીકે કેમ કામ ના કર્યું તે અંગે વાત કરી હતી. રિયાએ જણાવ્યું હતું કે, અનિલ કપૂરને એ વાતની ચિંતા હતી કે, રિયા એક્ટ્રેસ સોનમની બહેનના રૂપમાં જ બંધાયેલી જોવા મળશે. તે અલગ નામ નહીં કરી શકે. આ બાદ જયારે તેને ફિલ્મ વેક અપ સીડ માટે આસિસ્ટન્ટ ડાયરેક્ટરની નોકરી મળી હતી. ત્યારે તેને સમજમાં આવી ગયું હતું કે, તે એકટ્રેસ બનવા માટે યોગ્ય નથી કારણકે તે કંટ્રોલ ફિક્ર છે.

જણાવી દઈએ કે, રિયા છેલ્લા ઘણા સમયથી કરણ બુલાનીને ડેટ કરી રહી છે. બંને તેની તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરતા રહે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર,અનિલ કપૂરને પણ કરણ પસંદ છે. ચર્ચા તો એવી પણ થઇ રહી છે કે, રિયા આ વર્ષ લગ્ન કરી શકે છે.

રિયાએ સોનમ ક્પર સાથે મળીને ‘રેસન’ ક્લોથીંગ બ્રાન્ડ લોન્ચ કરી છે. રિયા તેના બેબાક અને બોલ્ડ અંદાજને લઈને જાણીતી છે. રિયાની આ ખાસિયતને કારણે જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝજ નહીં પરંતુ ફેન્સ પણ તેને બેહદ પસંદ કરે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

Exit mobile version