અનિલ કપૂરની દીકરીના લગ્નમાં નજર આવ્યા અર્જુન, ખુશી અંશુલા, શનાયા, સામે આવી શાનદાર તસવીરો

બૉલીવુડ અભિનેતા અનિલ કપૂરની દીકરી રિયા કપૂરના આજે લગ્ન છે. અનિલ કપૂરે તેના જ ઘરે આ લગ્નનું આયોજન કર્યું છે.  જેમાં નજીકના સગા સંબંધીઓ અને કેટલાક મિત્રો જ હાજર રહ્યા છે. હવે આ લગ્નમાંથી મહેમાનોની તસવીરો પણ સામે આવી છે.

અનિલ કપૂરના જુહુ સ્થિત બંગાળમાં રિયા કપૂર અને કરણ બુલાનીના લગ્નના ઉત્સવમાં કપૂર પરિવારના સદસ્યોએ ભાગ લીધો હતો. રિયાના કાકાનો દીકરો અર્જુન કપૂર, અંશુલા કપૂર, શનાયા કપૂર અને ખુશી કપૂર  શનિવારે બપોરે અનિલ કપૂરના ઘરે  પહોંચ્યા હતા.

આ દરમિયાન શનાયાના માતા પિતા સંજય કપૂર પણ પોતાના દીકરા જહાન  સાથે પહોંચ્યા હતા. સમારંભ સ્થળની બહાર શનાયા અને ખુશી કપૂરને એક સાથે પોઝ આપતા જોવા મળ્યા. તે ખુબ જ શાનદાર દેખાઈ રહ્યા હતા.

આ બધા વચ્ચે અર્જુન કપૂર ભૂરા  રંગની ડેશિંગ શેરવાનીમાં નજર આવી રહ્યો હતો. લગ્ન સ્થળની અંદર જતા પહેલા તે કમર ઉપર હાથ રાખીને હસતો જોવા મળ્યો હતો.

બોની કપૂર પણ સફેદ વસ્ત્રો પહેરીને નજર આવ્યા હતા. અનિલ કપૂરની બહેન રિયા કપૂર પણ તેના પતિ સંદીપ મારવાહ સાથે લગ્નમાં આવી પહોંચ્યા હતા. કપૂર પરિવારના મુખિયા નિર્મલ કપૂર પણ આ લગ્ન સમારંભમાં જોવા મળ્યા હતા.

રિયા અને કરણે એક બીજાને 10 વર્ષ સુધી ડેટ કર્યું છે અને હવે આ 10 વર્ષના લાંબા સમયગાળા બાદ બંને હવે લગ્નના બંધનમાં બંધાવવા જઈ રહ્યા છે. ઘણીવાર આ બંનેના સંબંધોની ખબરો સામે આવી છે, પરંતુ હજુ સુધી તેમને પોતાના સંબંધોને જાહેર નહોતો કર્યો.

ભલે બંનેએ પોતાના સંબંધોને સોશિયલ મીડિયા ઉપર જાહેર ના કર્યો હોઉં પરંતુ આ કપલ હંમેશા પોતાની તસવીરો સોશિયલ મીડિયા ઉરપ શેર કરતા હતા. અને ચાહકો સામે ખુલીને એકબીજા પ્રત્યેનો પ્રેમ પણ અભિવ્યક્ત કરતા હતા.

ત્યારે હવે અનિલ કપૂર આજે પોતાની નાની દીકરી રિયા કપૂરનું કન્યાદાન કરવાના છે. જેના માટેની તમામ તૈયારીઓ પણ પૂર્ણ થઇ ચુકી છે. અનિલ કપૂરનું ઘર જ આ લગ્નનું લગ્નસ્થળ છે જેના  તેમને પોતાના ઘરને દુલ્હનની જેમ સજાવ્યું છે.

Niraj Patel