રિપોર્ટરે પૂછ્યો એવો સવાલ કે સાંભળીને જ લોકો ભાગવા લાગ્યા આમ-તેમ, જુઓ વીડિયોમાં શું હતો મામલો

કોરોનાના કેસો હવે ફરી એકવાર માથું ઊંચકી રહ્યા છે, ત્યારે ઘણા લોકો કોરોના સંક્રમિત પણ બન્યા છે અને ફરીવાર હવે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ જરૂરી બની ગયું છે. ત્યારે રિપોર્ટર પણ ઠેર ઠેર જઈને પરિસ્થિતિનું પણ વર્ણન કરતા જોવા મળે છે. જેના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ પણ થતા હોય છે.

આજે કોરોનાના કારણે જ્યાં માસ્ક પહેરવું ફરજીયાત બની ગયું છે, ત્યાં ઘણા ગેરજવાબદાર લોકો માસ્ક નથી પહેરતા. હાલ જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તેમાં એક ન્યુઝ રિપોર્ટર એવા જ લોકો સાથે વાત કરતી નજર આવી રહી છે જેમને માસ્ક નથી પહેર્યું અને માસ્ક ના પહેરવાનું કારણ પણ તેમને પૂછેછે અને પછી એ લોકો એવા એવા બહાના આપે છે કે સાંભળીને આપણે પણ પેટ પકડીને હસવા લાગીશું.

રિપોર્ટર પહેલા એક વ્યક્તિ પાસે ગઈ અને માસ્ક ન પહેરવાનું કારણ પૂછ્યું. તેણે પૂછ્યું, ‘તમે માસ્ક કેમ ના પહેર્યું?’ એક માણસ જવાબ આપે છે કે તેને માસ્ક પહેરવાનું પસંદ નથી. આ પછી, જ્યારે તેણે આ જ પ્રશ્ન અન્ય વ્યક્તિને પૂછ્યો તો તેણે રિપોર્ટરને પાછા જવા કહ્યું. એ જ રીતે એક રિક્ષાવાળાએ કહ્યું કે તેની પાસે ખાવાના પૈસા પણ નથી. તે જ સમયે એક વ્યક્તિએ કટાક્ષ કર્યો કે માસ્ક તેના ખિસ્સામાં છે, અને તે તેને પહેરવાનું ભૂલી ગયો. જોકે, વીડિયોના અંતે એક વ્યક્તિની પ્રતિક્રિયા સૌથી મજેદાર છે.

 

View this post on Instagram

 

A post shared by GiDDa CoMpAnY (@giedde)

જેવી જ રિપોર્ટર ચહેરા પર માસ્ક પહેર્યા વિના વ્યક્તિની નજીક પહોંચી તેણે ડરીને મોં ફેરવી લીધું અને અહીં-ત્યાં દોડવા લાગ્યો. આ વિડિયો ખૂબ જ રમુજી છે અને એક પાઠ એ પણ છે કે લોકોએ માસ્ક પહેર્યા વિના બહાર ન નીકળવું જોઈએ. આનાથી માત્ર તેમને જ જોખમ નથી, પરંતુ અન્ય લોકો પણ આ રોગચાળાની ઝપેટમાં આવી શકે છે.

Niraj Patel