જ્યારે આ એક્ટરે પરમિશન વગર જ 15 વર્ષની રેખાને કરી દીધી હતી જબરદસ્તી કિસ…રડી પડી હતી એક્ટ્રેસ

આ ખુબસુરત હિરોઇનને 5 મિનિટ સુધી જબરદસ્તી KISS કરતો રહ્યો 60sનો હિરો, બિચારી રડતી રહી એક્ટ્રેસ, જુઓ આખી સ્ટોરી

સિનેમાજગતમાં રેખા એક એવી એક્ટ્રેસ છે, જેની જિંદગી કોઇ રહસ્યથી કમ નથી. પતિની મોત બાદ પણ માંગમાં સિંદૂર, અહીં સુધી કે તેની મેનેજર સાથેની પણ ઘણી વાતો સાભંળવા અને વાંચવા મળે છે. પણ શું તમે જાણો છો કે રેખાને ઘણા વર્ષો પહેલા એક એક્ટરે તેની પરમિશન વિના જબરદસ્તી કિસ કરી લીધી હતી. આ ઘટના બાદ તે એટલી વધારે શોકમાં હતી કે રડી પડી હતી. રેખાને તેના કરિયરમાં શરૂઆતમાં ઘણી આલોચનાઓનો સામનો કરવો પડ્યો હતો, પણ તેણે હાર ના માની અને સતત કોશિશ કરતી રહી.

આ દરમિયાન તેણે બંગાળી ફિલ્મોમાં પણ કામ કર્યુ. તે સમયે રેખા લગભગ 15 વર્ષની હતી, રેખા જે બંગાળી ફિલ્મમાં લીડ એક્ટ્રેસ હતી તેમાં લીડ એક્ટર વિશ્વજીત ચેટર્જી હતા. આ ફિલ્મનું નામ હતુ અંજાના સફર. રેખા 15 વર્ષની હતી, જ્યારે વિશ્વજીત 33 વર્ષના. ફિલ્મમાં રેખઆ અને વિશ્વજીત વચ્ચે રોમેન્ટિક સીન શૂટ થવાનો હતો અને આમાં વિશ્વજીતને રેખાને કિસ કરવાની હતી. પણ રોમેન્ટિક સીન વિશે રેખાને બિલકુલ પણ ખબર નહોતી.

ફિલ્મના પ્રોડ્યુસર કુલજીત પાલ અને એક્ટર વિશ્વજીતને આ સીન વિશે ખબર હતી. રોમેન્ટિક સીનની શરૂઆત થઇ અને આ સીનથી અજાણ રેખાને વિશ્વજીતે પરમિશન વિના જ જબરદસ્તીથી કિસ કરી લીધી. રેખા આ કિસને કારણે ઘણી ગભરાઇ ગઇ હતી, અહીં સુધી કે તે ખરાબ રીતે રડવા લાગી હતી. આ વાતનો ખુલાસો રેખાએ તેની બુક ‘રેખા:ધ અનટોલ્ડ સ્ટોરી’માં કર્યો હતો.

જણાવી દઇએ કે, રેખાએ એક્ટિંગ કરિયરની શરૂઆત 13 વર્ષની ઉંમરે કરી હતી, પહેલા સાઉથ ફિલ્મોમાં કામ કર્યા પથી સાવન ભાદવ ફિલ્મથી તેણે બોલિવુડમાં પગ રાખ્યો. રેખાની બુકના અંશમાં લખ્યુ છે- અંજાના સફરનું શુટિંગ બોમ્બેના મહેબૂબ સ્ટુડિયોમાં ચાલી રહ્યુ હતુ. રાજા નવાથે ફિલ્મના ડાયરેક્ટર અને સિનેમેટોગ્રાફર હતા. ફિલ્મના પહેલા શેડ્યુલમાં કુલજીત પાલ, રાજા અને વિશ્વજીતે એક પ્લાનિંગ કર્યુ.

રેખા અને વિશ્વજીત વચ્ચે રોમેન્ટિક સીન શૂટ થવાનો હતો. શુટિંગ પહેલા પૂરી ડિટેલ નક્કી કરવામાં આવી હતી. જેવા જ રાજા નવાથેએ એક્શન કહ્યુ વિશ્વજીતે રેખાને પોતાની બાહોમાં ભરી અને લિપ કિસ કરવાનું શરૂ કરી દીધુ. રેખા સ્તબ્ધ રહી ગઇ કારણ કે આ કિસ વિશે તેને પહેલાથી જણાવવામાં આવ્યુ નહોતુ. કેમેરો રોલ કરતો રહ્યો અને ના તો ડાયરેક્ટરે કટ કહ્યુ અને ના તો વિશ્વજીત તેને છોડી રહ્યો હતો.

પૂરા પાંચ મિનિટ સુધી વિશ્વજીત રેખાને કિસ કરતો રહ્યો. યુનિટના સભ્યો સીટી વગાડી રહ્યા હતા. રેખાએ આંખો બંધ કરી દીધી હતી, કારણ કે તે આંસુઓથી ભરેલી હતી. આ વિશે વિશ્વજીતે કહ્યુ- આ તેની નહિ પણ ડાયરેક્ટર રાજા નવાથેની ભૂલ હતી કારણ કે તેમનો આઇડિયા હતો. તેમણે કહ્યુ કે ડાયરેક્ટરને લાગ્યુ કે કિસ સ્ટોરીમાં જરૂરી હતી.

Shah Jina