વાયરલ થવાના ચક્કરમાં લેમ્બોર્ગિનીની છત પર ડાંસ કરી રહી હતી છોકરી, કરી દીધુ મોટુ નુકશાન, યુઝર્સ બોલ્યા- જેમ કંઇ થયુ જ નથી

અમીરીની હદો પાર ! ડાંસના ચક્કરમાં તોડ્યો લેમ્બોર્ગિનીનો કાચ, તો પણ ઉપર ચઢી ડાંસ કરતી રહી છોકરી- જુઓ વીડિયો

આજકાલ સોશિયલ મીડિયાના જમાનામાં ઘણા લોકો લાઇમલાઇટમાં આવવા માટે અજીબોગરીબ કામો કરે છે. ઇન્ફ્લુએન્સર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સ તો ઘણીવાર રીલ્સ બનાવવા માટે રસ્તા પર પણ અજીબો ગરીબ હરકતો કરતા હોય છે. ત્યારે હાલમાં આવો જ એક વીડિયો આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.

જેમાં એક છોકરી ડાન્સ કરતી વખતે લેમ્બોર્ગિની કાર પર ચઢી જાય છે અને આ દરમિયાન આ મોંઘી કારનો કાચ તૂટી જાય છે પણ તેને કોઇ ફરક નથી પડતો તે પોતાની મસ્તીમાં લેમ્બોર્ગિની કાર પર ચઢી ડાંસ કરી રહી છે. આ વીડિયો રેડિટ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં એક છોકરી લેમ્બોર્ગિનીના બોનેટ પર દોડીને ચઢતી જોવા મળે છે.

આ દરમિયાન વિન્ડસ્ક્રીન તૂટી જાય છે અને તેમાં એક મોટી તિરાડ પણ વીડિયોમાં જોવા મળી રહી છે. જો કે લોકો આ જોઇ ચોંકી જાય છે પણ છોકરી પોતાનો ડાન્સ ચાલુ રાખે છે. આ વીડિયો પર ઘણા લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એકે લખ્યુ- જ્યારે વિન્ડસ્ક્રીન તૂટી જાય ત્યારે તેના ચહેરાને જુઓ !”

બીજાએ લખ્યુ, “તે વિન્ડસ્ક્રીન ખૂબ જ નબળી હતી. તે છોકરીનું વજન વધારેમાં વધારે 40 કિલો હશે.” અન્ય એકે લખ્યું, “જો કોઈ સમજદાર હોત, તો તેણે ભૂલનો અહેસાસ થતાં જ વીડિયો બનાવવાનું બંધ કરી દીધું હોત અને નુકસાનની ભરપાઈ કરી દીધી હોત.”

MC dances on top of car and breaks the windshield 🤦‍♂️
byu/EthanthegamerGD inImTheMainCharacter

Shah Jina