સુપરહિટ ફિલ્મ ‘કભી હાં કભી ના’ ફેમ એક્ટ્રેસે એક જ અઠવાડિયામાં ઘટાડ્યુ 10 કિલો વજન- નવી તસવીરો જોઇ ઉડી જશે હોંશ

શાહરૂખ ખાનની આ એક્ટ્રેસ એક જ સપ્તાહમાં ઘટાડ્યુ 10 કિલો વજન, નવી તસવીરો જોઇ ઉડી જશે હોંશ

90ના દાયકાની સુપરહિટ ફિલ્મ કે જે વર્ષ 1994માં આવી હતી તે ‘કભી હાં કભી ના’ ઘણા લોકોને યાદ હશે, આ વર્ષે ફેબ્રુઆરીમાં ફિલ્મે તેની રિલીઝના 30 વર્ષ પૂર્ણ કર્યા છે, પરંતુ આજે પણ ફિલ્મના દ્રશ્યો અને યાદો દર્શકોના દિલ અને દિમાગમાંથી ભૂંસાયા નથી. આ ફિલ્મ શાહરૂખ ખાનના શાનદાર અભિનયથી સજેલી ફિલ્મ હતી જેમાં મુખ્ય અભિનેત્રી તરીકે સુચિત્રા કૃષ્ણમૂર્તિ જોવા મળી હતી.

આ ફિલ્મથી તે ખૂબ જ લોકપ્રિય બની હતી અને આજે પણ જ્યારે તેની વાત આવે ત્યારે તે ફિલ્મની યાદ તાજી થઈ જાય છે. ત્યારે અપકમિંગ ફિલ્મ ‘ડંકઃ વન્સ બિટન ટ્વાઇસ શાય’માં નજર આવનારી એક્ટ્રેસ સુચિત્રા કૃષ્ણમૂર્તિએ 10 કિલો વજન ઘટાડ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે તેણે આ વજન માત્ર એક અઠવાડિયામાં જ ઘટાડ્યું. આ ફિલ્મમાં તુષાર કપૂર, નિધિ અગ્રવાલ, વિનય પાઠક અને શિવિન નારંગ પણ છે.

અભિનેત્રીના બોડી ટ્રાન્સફોર્મેશન વિશે વાત કરતાં ફિલ્મ નિર્માતા પ્રેરણા અરોરાએ કહ્યું, “તેનું ટ્રાંસફોર્મેશન જોઈને હું ખરેખર દંગ રહી ગઈ હતી. સ્વાસ્થ્ય અને માવજત માટે તેમની શિસ્તબદ્ધ દ્રષ્ટિ માત્ર ફિલ્મો અને કલા પ્રત્યેના તેમના સમર્પણને જ પ્રતિબિંબિત કરતી નથી પણ એક પોલીસના પાત્રને વાસ્તવિક દેખાવ અને અનુભૂતિ સાથે દર્શાવવા માટેની તેમની પ્રતિબદ્ધતા પણ દર્શાવે છે.”

 

જણાવી દઈએ કે ‘ડંકઃ વન્સ બિટન ટ્વાઈસ શાય’ પ્રેરણા અરોરા દ્વારા UJS સ્ટુડિયો અને SKG એન્ટરટેઈનમેન્ટ સાથે મળીને પ્રોડ્યુસ કરવામાં આવી છે. આ ફિલ્મનું નિર્દેશન અભિષેક જયસ્વાલે કર્યું છે. આ વર્ષની શરૂઆતમાં જ્યારે ‘કભી હાં કભી ના’ ફિલ્મને 30 વર્ષ પૂરા થયા ત્યારે સુચિત્રાએ કહ્યું હતું કે જો આ ફિલ્મ ફરીથી બને તો કિંગ ખાનના પુત્ર આર્યનને આ ફિલ્મમાં તે રોલ કરવો જોઈએ.

હાલમાં ઝૂમ સાથેના એક ઇન્ટરવ્યુમાં સુચિત્રાને જ્યારે પૂછવામાં આવ્યુ કે તે એના એટલે કે પોતાના રોલમાં આજે કોને જુએ છે તો તેણે કહ્યુ- બેશક મારી કાવેરી મારી દીકરીને. આમાં કહેવાની શું વાત છે.

Shah Jina