‘પ્રાઇ**ટ પાર્ટ્સ પર કારણ વગર ઝૂમ કરે છે આ’, નોરા ફતેહી બોલી- કદાચ તેમણે ક્યારેય આવા હિપ્સ નથી જોયા…

નોરા ફતેહીનું દુઃખ છલકાયું, કહ્યું ‘કારણ વગર તેઓ પ્રાઈવેટ પાર્ટ્સ પર ઝૂમ કરે છે’, મચાવ્યો હડકંપ, જાણો સમગ્ર મામલો

આમ જોવા જઈએ તો ફિલ્મ સ્ટાર્સનું ગ્લેમર પેપરાજી વગર અધૂરું છે. ઘણીવાર પેપરાજી અને સ્ટાર્સ બંને વચ્ચે ટ્વીનિંગ ખૂબ જ સારું જોવા મળે છે પરંતુ કેટલીકવાર આ બોન્ડિંગ સારુ નથી પણ હોતુ. એવા ઘણા ઉદાહરણો છે જ્યાં ફિલ્મ સ્ટાર્સ પેપરાજી પર પ્રહાર કરતા અથવા તેમને ટાળવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. કેટલાક સ્ટાર્સ અવારનવાર આ લોકો સાથે મસ્તી કરતા જોવા મળે છે અને લોકો તેમને ઇન્ટરનેટ પર ખૂબ પસંદ પણ કરે છે.

જો કે કેટલાક સ્ટાર્સ એવા પણ છે જે પેપરાજીને ઇગ્નોર કરે છે. કેટલીક અભિનેત્રીઓ એવી છે જેમણે તેમના ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે પેપરાજી તેમના શરીરના ભાગોને ઝૂમ કરવાનો પ્રયાસ કરે છે, હાલમાં જ મૃણાલ ઠાકુરે પેપરાજીને ચૂપ કરાવી દીધા હતા જ્યારે પેપરાજીએ મૃણાલને બેક પોઝ આપવાનું કહ્યું હતું. પલક તિવારીએ પણ પેપરાજીને ઠપકો આપ્યો હતો જ્યારે વિનંતી કરવા છતાં પણ તેઓ તેને પાછળથી ક્લિક કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

જો કે, નોરા ફતેહી પેપરાજી કલ્ચરમાં એકદમ ફિટ લાગે છે અને અવાર નવાર કોઈ પણ ચિંતા વગર પોઝ આપે છે. પરંતુ આ વખતે નોરાએ પોતાની નારાજગી વ્યક્ત કરી છે. આ વિશે વાત કરતા નોરાએ કહ્યું, ‘મને લાગે છે કે તેઓએ (પેપરાજી) ક્યારેય આવી બેક જોઈ નથી. ન્યૂઝ 18 સાથે વાત કરતા નોરાએ કહ્યું- ‘કેમેરાનો પાછળની બાજુએ જે રીતે ઉપયોગ કરવામાં આવે છે એવું લાગે છે કે તેમણે ક્યારેય તે પહેલાં જોયું નથી. તે માત્ર મારી સાથે જ નહીં પરંતુ અન્ય ફીમેલ એક્ટર્સ સાથે પણ આવું કરે છે.

તેઓ બિનજરૂરી રીતે પ્રાઈવેટ પાર્ટ્સ પર ઝૂમ કરે છે. ઘણી વખત એવું લાગે છે કે ઝૂમ કરવા માટે કોઈ ચોક્કસ કારણ નથી, તો તમે શું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છો ? નોરાએ કહ્યું- ‘આ બધી વસ્તુઓ પણ ટ્રેન્ડ છે. ભગવાને મને સુંદર શરીર આપ્યું છે. મને તેનો ગર્વ છે, જરાય શરમ નથી. શક્ય છે કે ઝૂમ પાછળનો તેમનો ઈરાદો ખોટો હોય. પરંતુ તે એક અલગ ચર્ચા છે. હું દરેકને કોલર પકડીને પાઠ ભણાવી શકતી નથી. હું જે રીતે ચાલુ છુ છું તે રીતે ચાલુ છું. હું મારા શરીરથી કમ્ફર્ટેબલ છું.’

Shah Jina