ઉનાળાની મોસમ આવતા જ લોકો તરબૂચના બન્યા દીવાના, પણ શું બજારનું તરબૂચ ખાવું યોગ્ય છે ? જુઓ ઇન્જેક્શન વાળા તરબૂચનો વાયરલ વીડિયો

આ વીડિયો જોઈને તમને પણ બજારમાંથી તરબૂચ ખાવાનું ક્યારેય મન નહિ થાય, જુઓ કેવી રીતે ઇન્જેક્શન મારીને પકાવવામાં આવે છે.. વીડિયો વાયરલ

દેશભરમાં ઉનાળો હવે ભરપૂર જામ્યો છે અને ઠેર ઠેર ગરમીનો પારો પણ વધી રહેલો જોવા મળી રહ્યો છે. ત્યારે લોકો આ કાળઝાળ ગરમીથી બચવા માટે અલગ અલગ ઉપાયો કરતા હોય છે. સાથે ગરમીમાં લોકો કેટલીક ખાસ વસ્તુઓ ખાવાનું પણ પસંદ કરતા હોય છે. એમાં પણ તરબૂચ લોકોનું મનગમતું ફળ છે.

સમયના બદલાવ સાથે ખાણી-પીણીમાં પણ ભેળસેળ થવા લાગી છે. એટલું જ નહીં, હવે ઈન્જેક્શન દ્વારા ફળોને પકાવવામાં આવી રહ્યા છે અને તેના આકારમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આવા ઘણા વીડિયો છે, જેમાં લોકો આવું કરતા જોઈ શકાય છે. જ્યારે સામાન્ય માણસ આ ભેળસેળ અને ઈન્જેક્શન દ્વારા ફળો પકવવાની પ્રક્રિયા જુએ છે ત્યારે તે સ્તબ્ધ થઈ જાય છે.

આવું જ કંઈક વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં જોવા મળ્યું હતું, જેમાં એક વ્યક્તિએ ખુલાસો કર્યો હતો કે કેવી રીતે તરબૂચની ટોચની લેયર બદલાઈ જાય છે અને તરબૂચને લાલ બનાવવા માટે અંદર ઈન્જેક્શન આપવામાં આવે છે. ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા વિડિયોની શરૂઆતમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ કહે છે “જુઓ ભાઈઓ, આ તરબૂચ પરનું કોટિંગ છે. આ લોકોને મૂર્ખ બનાવવા માટે કરવામાં આવે છે અને અંદર કાચું રહે છે. કલર કોટિંગ કરીને ખાવા માટે આપવામાં આવે છે. તેને ઈન્જેક્શન દ્વારા અંદરથી લાલ કરવામાં આવે છે.”

 

View this post on Instagram

 

A post shared by GiDDa CoMpAnY (@giedde)

વ્યક્તિએ તરબૂચ અસલી છે કે નકલી તે અંગેની પદ્ધતિ પણ જણાવી. તેણે કહ્યું, “જાણવા માટે, તરબૂચને ફ્રીઝરમાં મૂકો, તેને કાપીને ફ્રીઝરમાંથી બહાર કાઢો. પછી તે તપાસો.” વિડીયોના કેપ્શનમાં લખ્યું, “આરામ કરો છોકરાઓ.. આ તરબૂચમાં કુદરતી બાહ્ય પડ છે.” વીડિયોમાં જોવા મળ્યું કે કેવી રીતે એક વ્યક્તિ તરબૂચના પડને હટાવી રહ્યો છે. ત્યારે આ વીડિયો હવે ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને ઘણા લોકો આ વીડિયોને ફેક પણ કહી રહ્યા છે. ગુજ્જુરોક્સ પણ આ વીડિયોની પુષ્ટિ નથી કરતું.

Niraj Patel