એક વખત ખાધા બાદ વારંવાર ખાવાનું મન થાય એવા બ્રેડ રોલ, જાણો શું છે તેની રેસિપી

0

બ્રેડ રોલએ એક પાર્ટીમાં પીરસી શકાય એવો નાસ્તો છે. જેને બનાવવા ખૂબ જ આસાન છે. સિમ્પલ અને સરળતાથી બની શકે એવા બ્રેડ રોલ્સ ચા સાથે નાસ્તા તરીકે પણ પીરસી શકાય છે. આ બ્રેડ રોલ્સને લીલી ચટણી અને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરવામાં આવે છે. આ એક એવી વાનગી છે કે જેને જોતા જ મોમાં પાણી આવી જાય છે. તો હાજર છે બ્રેડ રોલ બનાવવાની સરળ રેસિપી, નોંધી લો અને આજે જ બનાવજો –

બ્રેડ રોલ બનાવા માટે આપડે જોઈશે –

સામગ્રી

  • બાફેલા બટાકા 300 ગ્રામ
  • ધાણા 2 ચમચી
  • લીલા મરચા 3-4 નંગ
  • આદુની પેસ્ટ 1 ચમચી
  • આમચૂર પાવડર 1/2 ચમચી
  • લાલ મરચું 1/2 ચમચી
  • સેકેલું ઝીરું પાવડર 1/4 ચમચી
  • મીઠુ સ્વાદ અનુસાર
  • બ્રેડ 10 નંગ
  • પાણી જરૂર મુજબ
  • તેલ તળવા માટે

રીત

સૌપ્રથમ એક બૉઉલમાં બાફેલા બટાકા એડ કરો પછી એમાં લીલા મરચા ધાણા આદુની પેસ્ટ એડ કરો અને મિક્સ કરી લો પછી એમાં આમચૂર લાલ મરચું અને ઝીરું પાવડર એડ કરી મિક્સ કરી લોપછી મિક્સર તૈયાર થઈ જાય એટલે બ્રેડને પાણીમાં પલાળીને એમાં મિક્સર એડ કરી રોલ વાળી લોબઘી બાજુ બરોબર વાળજો અને કોઈ ક્રેક ના રાઈ જાયતળતી વખતે ફાટી ના જાય એનું ધ્યાન રાખજો બરોબર પેક કરજોતેલ ગરમ થઈ એટલે તળી લો થોડા લાલાશ પડે એટલે કાળી લોતો તૈયાર છે બ્રેડ રોલ અને તમે લીલી ચટણી સાથે સર્વ કરો ખાવાની ખુબજ મજા આવશેએક વાર જરૂર થી બનાવજો અને અમને જણાવજો

રેસિપીનો વિડીયો જુઓ:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ નીચે લિંક આપી છે એ ક્લિક કરીને જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here