પપ્પા હતા સિક્યુરિટી ગાર્ડ, આજે દીકરાએ પોતાની મહેનતથી કર્યું આગવું નામ, સર રવિન્દ્ર જાડેજા આજે છે આટલા કરોડની સંપત્તિનો માલિક, જુઓ

રવિન્દ્ર જાડેજા જે દુનિયાના સૌથી શાનદાર ઓલરાઉન્ડરમાંથી એક છે, તેઓ આજે જે પણ કઈ છે એ પોતાની મહેનતના દમ પર છે. તેઓએ આ સ્થાન પ્રાપ્ત કરવા માટે ખૂબ જ મહેનત કરી છે. જો તમારામાં ટેલેન્ટ હોય તો તમે કઈ પણ કરી શકો છો અને જાડેજાએ પણ પોતાની રમતના કારણે ખૂબ જ નામ કમાયું છે.

સર રવિન્દ્ર જાડેજાના પિતા એક પ્રાઈવેટ કંપનીમાં ગાર્ડ હતા અને તે દીકરાને એક આર્મી ઓફિસર બનાવવા માંગતા હતા પણ ક્રિકેટ તરફ રવિન્દ્રનો લગાવ અને ટેલેન્ટ વધુ હતું અને મા લતાની પણ ઇચ્છા હતી કે તેમનો દીકરો ક્રિકેટર બને. 2002માં જાડેજા પહેલીવાર સૌરાષ્ટ્ર તરફથી અન્ડર-14માં મહારાષ્ટ્રની વિરુદ્ધ મેદાનમાં ઉતર્યા જ્યાં તેમણે ધમાકેદાર પ્રદર્શનક કર્યું અને 87 રન માર્યા હતા અને સાથે જ 4 વિકેટ પણ ઝડપી.

જાડેજાનાં આ પ્રદર્શનને જોતા તેમને અન્ડર-19માં જગ્યા મળી ગઈ અને આ જ ફોર્મેટમાં તેમણે પોતાના કરિયરની પહેલી સેન્ચુરી ફટકારી. સરને ભણવા-લખવાનો પણ શોખ હતો પણ સમય ન હોવાના કારણે તે પોતાની ગ્રેજ્યુએશન પૂરી કરી શક્યા નહીં અને 17 એપ્રિલ 2016ના દિવસે તે રિવાબા સાથે લગ્ન બંધનમાં બંધાયા.

રવિન્દ્ર જાડેજાએ ભારે સંઘર્ષ બાદ ભારતીય ક્રિકેટ ટીમમાં જગ્યા બનાવી છે. તેઓ ખુબ જ સામાન્ય પરિવારમાં જીવન જીવ્યા છે. પિતા સિક્યુરિટી ગાર્ડની નોકરી કરી અને પરિવારનું ભરણ પોષણ કરતા. પરંતુ સખત મહેનત કરીને જાડેજાએ ન માત્ર વિશ્વના મજબૂત ઓલરાઉન્ડર ખેલાડીઓની યાદીમાં પોતાનું સ્થાન બનાવ્યું, પરંતુ ઘણી સંપત્તિ પણ કમાઈ લીધી છે.

રવીન્દ્ર જાડેજાએ 2006માં અંડર-19 વર્લ્ડ કપમાં ભારતીય ટીમમાં જગ્યા બનાવીને પોતાની ક્ષમતા પુરવાર કરી હતી. 2008માં, જાડેજા ફરી એકવાર અંડર-19 વર્લ્ડ કપનો ભાગ બન્યો. એ વખતે વિરાટ કોહલીની કપ્તાનીમાં અને જાડેજાની વાઈસ કેપ્ટનશિપમાં વર્લ્ડ કપ ભારતના નામે થયો હતો.

આ વર્ષની IPLમાં CSKની ટીમે તેના ચાર ખેલાડીઓને જાળવી રાખ્યા હતા, જેમાં સૌથી વધુ કિંમતે રવિન્દ્ર જાડેજાને જાળવી રાખવામાં આવ્યો હતો. રવિન્દ્ર જાડેજાને CSK દ્વારા 16 કરોડમાં જ્યારે મહેન્દ્ર સિંહ ધોનીને 12 કરોડમાં રિટેન કરવામાં આવ્યો છે. આ પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સે તેને 7 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જાડેજા રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત લાયન્સ તરફથી પણ રમી ચૂક્યો છે.

જમીનથી લઈને આકાશ સુધીની સફર કરનાર રવિન્દ્ર જાડેજા આજે વૈભવી જીવન જીવે છે. તેમનો ગુજરાતના જામનગરમાં લક્ઝરી ડિઝાઈનર બંગલો છે. આ ચાર માળના બંગલામાં સુંદર મોટા દરવાજાથી લઈને વિન્ટેજ ડિઝાઈનનું ફર્નિચર અને ઝુમ્મર એક ભવ્ય વાતાવરણ બનાવે છે. તેમના રહેઠાણનું નામ રોયલ નવઘણ છે.

આ બંગલા સિવાય જાડેજાનું એક ફાર્મ હાઉસ પણ છે. તેમના ફાર્મ હાઉસનું નામ ‘મિસ્ટર જડ્ડુ ફાર્મ હાઉસ’ છે. જાડેજાને ઘોડેસવારીનો પણ શોખ છે. જાડેજા અવારનવાર આ ફાર્મ હાઉસમાં ઘોડેસવારી માટે જાય છે. જાડેજા દેશભરમાં અનેક રિયલ એસ્ટેટ પ્રોપર્ટી ધરાવે છે. રવિન્દ્ર જાડેજા પોતાના શાહી ઘરમાં વિશ્વના સૌથી લક્ઝુરિયસ વાહનો રાખે છે. તેની પાસે ખૂબ જ મોંઘા વાહનોનું કલેક્શન છે. તેની પાસે બ્લેક હ્યુન્ડાઈ એક્સેન્ટ, સફેદ રંગની ઓડી Q7, BMW X1 કાર છે. હાયાબુસા બાઇક પણ છે.

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની કમાણી વિશે વાત કરીએ તો તે ક્રિકેટમાંથી ઘણી કમાણી કરે છે. આઈપીએલ ઉપરાંત અન્ય મેચોમાંથી કમાણી કરનાર જાડેજા ઘણી બ્રાન્ડ એન્ડોર્સમેન્ટમાંથી પણ કમાણી કરે છે. રવિન્દ્ર જાડેજા વાર્ષિક 16 કરોડથી વધુની કમાણી કરે છે, જ્યારે તે એક મહિનામાં 1.5 કરોડ સુધીની કમાણી કરે છે.

અહેવાલો અનુસાર છેલ્લા કેટલાક વર્ષોમાં રવિન્દ્ર જાડેજાની નેટવર્થમાં 40 ટકાનો વધારો થયો છે. જાડેજાની હાલમાં 13 મિલિયન ડોલરની નેટવર્થ છે. રવિન્દ્ર જાડેજા ભારતીય ચલણમાં લગભગ 97 કરોડની સંપત્તિના માલિક છે. રવિન્દ્ર જાડેજાને ‘સર જાડેજા’નું બિરુદ મળ્યું છે. 2015માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ટ્વિટમાં રવિન્દ્ર જાડેજાને સર જાડેજા તરીકે સંબોધ્યા હતા.

Niraj Patel