90ના દાયકાની અભિનેત્રી રવીના ટંડન ભલે ફિલ્મોથી દુનિયાથી દૂર હોય પરંતુ તે લાઇમલાઇટમાં તો રહે જ છે. પરંતુ હાલમાં જ મળતી માહિતી અનુસાર તે નચ બલિયે સીઝન 9 માં જજ તરીકે નજરે આવશે.
બોલીવુડથી દૂર રહેનારી એક્ટ્રેસ રવીના ટંડન તેના ફેમિલી સાથે ક્યાંયને ક્યાંય સ્ટાઈલિશ અંદાજમાં સ્પોટ થતી રહે છે. ત્યારે હાલમાં જ રવીના ટંડન તેની પુત્રી રાશા થડાની સાથે નજરે આવી હતી.
સામાન્ય રીતે તો બોલીવુડના સ્ટારકિડ તેની ફેશન સેન્સ અને સ્ટાઇલના કારણે હંમેશા ચર્ચામાં રહેતા જ હોય છે. જેમાં રવીના ટંડનની પુત્રી પણ બાકાત નથી. હાલમાં જ રાશા તેની માતા સાથે સ્ટાઈલિશ અંદાજમાં ડબિંગ સ્ટુડિયોની બહાર નજરે આવી હતી. આ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. જેમાં રવીના ટંડન ગ્રીન કલરની કુર્તી સાથે વ્હાઇટ સલવારમાં સાથે મેચિંગ દુપટ્ટા અને લાઈટ મેકઅપ અને નાની બિંદીમાં નજરે આવી હતી.
તો તેની 14 વર્ષની પુત્રી રાશા પણ બ્લેક કલરના ટી શર્ટ સાથે ગ્રીન કલરના પેન્ટમાં નજરે આવી હતી. જેમાં રાશાએ સ્ટાઈલિશ રીતે ટીશર્ટને ઈન કર્યું હતું. રાશાએ તેના આ લુક સાથે પોનીટેલ અને વ્હાઇટ કલરના સ્નીકર્સમાં નજરે આવે છે. માં-પુત્રી વચ્ચે જબરદસ્ત બોન્ડીગ જોવા મળ્યું હતું.
તો બીજી તરફ રવીના ટંડન થોડા દિવસ પહેલા તેના ફેમિલિ સાથે જોવા મળી હતી. રવીના ટંડન સાથે તેની પુત્રી રાશા, પુત્ર રણબીર અને પતિ અનિલ થડાની બાંદ્રાના એક રેસ્ટોરન્ટમાં સાથે જોવા મળી હતી. જેમાં રવીનાએ ડેનિમનું વન પીસ જયારે તેની પુત્રી રાશાએ ડેનિમ સ્કર્ટ સાથે વ્હાઇટ ટી શર્ટ કેરી કર્યું હતું. માતા દીકરી હાથ પકડીને નજરે આવ્યા હતા. રાશા બિલકુલ યંગ રવીના ટંડન જેવી જ લાગતી હતી.
રવીના ટંડનના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો છેલ્લે તે ફિલ્મ માતૃમાં નજરે આવી હતી. તો હાલમાં તે નાના પડદા પર સલમાન ખાનના રિયાલિટી શો ‘ નચ બલિયે-9’માં નજરે આવી હતી.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks