રવીના ટંડનની દીકરી રાશાની અદાઓ જોઇ વધી જશે દિલની ધડકન, જુઓ તસવીરો

રૂપ રૂપનો અંબાર છે રવીના ટંડનની લાડલી, જુઓ

બોલિવુડની ખૂબસુરત અભિનેત્રી રવીના ટંડનની દીકરી રાશા થડાની ભલે 16 વર્ષની હોય પરંતુ આ ઉંમરમાં પણ તેની સ્ટાઇલ ખૂબ જ જબરદસ્ત છે. તે કયારેક કયારેક તો તેની માતા પર ભારે પડતી જોવા મળે છે. આ વખતે પણ જયારે બંનેને એકસાથે એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યા તો અભિનેત્રીથી વધારે ધ્યાન તો તેમની સ્ટાઇલિશ કપડા પહેરેલી દીકરી ખેંચી ગઇ.

રવીનાને એરપોર્ટ પર કૈમર બ્રાઉન શેડની મિડી ડ્રેસમાં સ્પોટ કરવામાં આવી હતી. આ સ્ટ્રેટકટ આઉટફિટમાં વી-નેકલાઇન અને બિશપ સ્લીવ્સ હતી. આ લુકને તેણે વ્હાઇટ શુઝ સાથે અને ટોટ બેગ સાથે કમ્પલીટ કર્યો હતો. ત્યાં જ આ દરમિયાન રવીના ટંડનની દીકરી રાશા પણ માતા સાથે સ્પોટ થઇ હતી. આ દરમિયાન તેનો સ્ટાઇલિશ લુક જોવા મળ્યો હતો.

રાશાએ ડિસ્ટ્રેસ્ડ જીન્સ સાથે બ્લેક ક્રોપ ટોપ પહેર્યુ હતુ. રાશાએ આ લુકને લેધર રેડ અને બ્લેક સ્નીકર્સ સાથે પેર અપ કર્યો હતો. આ ઉપરાંત તેણે કલરફુલ બેગ કેરી કર્યુ હતુ. આ લુકમાં રાશા ઘણી કુલ અને સ્ટાઇલિશ લાગી રહી હતી. જો તમે રાશાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ જોશો તો તમને ખ્યાલ આવશે કે રાશા ખૂબ જ ગ્લેમરસ અને સ્ટાઇલિશ છે. તેનું ઇન્સ્ટાગ્રામ તેની સ્ટાઇલિશ અને ખૂબસુરત તસવીરોથી ભરેલુ છે.

રાશાએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી હતી, જેમાં તે બ્લેક ફુલ સ્લીવ્સની મિની ડ્રેસમાં જોવા મળી હતી. આ આઉટફિટમાં તે ઘણી પ્રિટી લાગી રહી હતી. રાશા તેના લુકમાં ફંકી ટચ પણ એડ કરે છે. તેણે બ્લુ કલરના ડેનિમ સ્કર્ટ સાથે જેકેટ અને વ્હાઇટ ટોપ મેચ કર્યુ હતુ. આ લુકમાં તેણે વાળને બે પોનીમાં કેરી કર્યા હતા અને મસ્તી ભરેલ અંદાજમાં તે પોઝ આપી રહી હતી.

તે પરિવાર સાથે હેંગઆઉટપર જતી હોય કે મિત્રો સાથે ડિનર માટે તે દરમિયાનનો તેનો લુક જબરદસ્ત જ હોય છે. રાશા એથલીઅર લુકને એસ કરવામાં માહેર છે. જો રાશા થડાનીએ ફિલ્મોમાં એન્ટ્રી કરી લીધી તો કદાચ તે તેની એજગ્રુપની બીજી અભિનેત્રીઓ પર ભારે પડી શકે છે.

રાશા થડાની બાળપણમાં જેટલી ક્યુટ હતી તેટલી જ હવે ખૂબસુરત અને સ્ટાઇલિશ છે. રાશા તેની ટીનેજને એન્જોય કરી રહી છે. રાશા થડાનીને અભિનયની દુનિયામાં નહિ પરંતુ મ્યુઝિકમાં રસ છે તે સિંગિંગ સાથે સાથે ઇંસ્ટ્રૂમેન્ટ્સ પણ વગાડે છે. રાશા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તે તેની તસવીરો પોસ્ટ કરતી રહે છે.

રાશા સિંગિંગ સાથે સાથે ડાન્સિંગ પણ કરે છે, જેનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર તે શેર કરતી રહે છે. રાશા તેની માતા રવીના સાથે ઘણો સમય વીતાવે છે. રાશાની અદાઓ અને સ્ટાઇલ બિલકુલ અલગ છે. ટીનેજમાં આવ્યા બાદ પણ તે નો મેકઅપ લુકમાં જોવા મળે છે.

Shah Jina