આગળ ચાલી રહેલી પેસેન્જર ટ્રેનમાં પાછળથી ટકરાઈ માલગાડી, એકને એક ઉપર ચઢી ગયા ડબ્બા, 15 લોકોના મોત, મચી ગયો હડકંપ
West Bengal Train Accident : પશ્ચિમ બંગાળના ન્યૂ જલપાઈગુડીમાં એક ટ્રેન અકસ્માત થયો છે. જ્યાં એક માલગાડી કંચનજંગા એક્સપ્રેસ સાથે અથડાઈ હતી. દુર્ઘટનામાં ઓછામાં ઓછા 15 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. સાથે જ 60થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. મળતી માહિતી મુજબ કંચનજંગા એક્સપ્રેસ સિયાલદહ તરફ જઈ રહી હતી. ત્યારે પાછળથી માલગાડીએ ટક્કર મારી. જેના કારણે પેસેન્જર ટ્રેનના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.
મળતી માહિતી મુજબ હજુ પણ ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે. રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. કટિહાર ડિવિઝનના રંગપાની અને નિજબારી સ્ટેશનની વચ્ચે સ્ટેશન પર ઉભી રહેલી કંચનજંગા એક્સપ્રેસને એક માલગાડીએ પાછળથી ટક્કર મારી હતી. કંચનજંગા એક્સપ્રેસના લગભગ ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. ધક્કો એટલો જોરદાર હતો કે એક બોગી બીજી બોગી પર ચઢી ગઈ.
ઘટનાની જાણ થતાં કટિહાર રેલવે ડિવિઝનમાં ખળભળાટ મચી ગયો છે. રેલવે અધિકારીઓ કટિહાર અને NJPથી આકસ્મિક રાહત ટ્રેન અને મેડિકલ વાન સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા છે. કહેવાય છે કે આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા છે. આ ઘટનામાં કેટલા લોકોના મોત થયા છે? આ વાતની પુષ્ટિ થઈ નથી પરંતુ ઘટના સ્થળનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ સ્પષ્ટપણે જણાવે છે કે આ અકસ્માતમાં કેટલાક લોકોએ જીવ ગુમાવ્યા છે.
કહેવાય છે કે સિયાલદહ જતી કંચનજંગા એક્સપ્રેસ રંગપાની સ્ટેશન પર ઉભી હતી. દરમિયાન પાછળથી આવતી માલગાડીએ તેને ટક્કર મારતાં ગાર્ડ બોગી અને એસએલઆર તેમજ જનરલ બોગીને ભારે નુકસાન થયું હતું. રેલવેમાં અનેક કોચ પાટા પરથી ઉતરી ગયા છે. જેના કારણે સેંકડો લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. સોમવારે સવારે 9 વાગ્યાની આસપાસ જ્યારે 13174 કંચનજંગા એક્સપ્રેસ અગરતલાથી સિયાલદહ જઈ રહી હતી ત્યારે આ ટક્કર થઈ હતી.
#WATCH | Teams of NDRF and Police are present at Kanchenjunga Express train accident site in Ruidhasa, Darjeeling district of West Bengal; 5 passengers have died in the accident pic.twitter.com/PCtqpoMncU
— ANI (@ANI) June 17, 2024