‘ડોલી ચાયવાલા’ની ટપરી પર પહોંચી રશિયન ગર્લ, લોકો બોલ્યા- ‘અને અહીંયા ડોલી ભાઇ પીઘળી ગયા…’

બિલ ગેટ્સને ચા પીવડાવી ફેમસ થયો ડોલી, હવે રશિયલ ગર્લે કરી આ ડિમાન્ડ- જુઓ વીડિયો

તમને ડોલી ચાયવાલાનું તો નામ યાદ જ હશે. તાજેતરમાં જ ભારતની મુલાકાતે આવેલા બિલ ગેટ્સે ડોલી ચાયવાલાના સ્ટોલ પર ચા પીધી હતી. એટલું જ નહીં તેમણે ચા પીધા બાદ ડાલી સાથે એક ફોટો પણ ક્લિક કરાવ્યો હતો અને તેમણે વીડિયો પણ શેર કર્યો હતો. ત્યારથી ડોલી ચાયવાલા દેશભરમાં ફેમસ થઈ ગયો છે.

બિલ ગેટ્સને પોતાની અનોખી સ્ટાઇલમાં ચા પીવડાવી લાઇમલાઇટમાં આવેલ ડોલી ચાયવાલા ફરી એકવાર સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. વિશ્વ પ્રસિદ્ધ ડોલી કી ટપરીનો એક નવો વીડિયો આ દિવસોમાં વાયરલ થઈ રહ્યો છે, જેની પાછળનું કારણ છે રશિયન ગર્લ. એક વીડિયો સામે આવ્યો છે જેમાં ડોલી ચાયવાલા રશિયન ગર્લ સાથે ફોટો પડાવતો જોવા મળે છે.

રશિયન ઈન્ફ્લુઅન્સર ગર્લ ડોલીની ટપરી પર પહોંચી, અને તેણે ડોલી સાથે ના માત્ર ફોટો પડાવ્યો પરંતુ ચા માટે ખાસ વિનંતી પણ કરી. જો કે આ દરમિયાન ડોલી ભાઈ પણ શરમથી લાલ થઇ ગયા હતા. વીડિયોના બેકગ્રાઉન્ડમાં અરિજીત સિંહના અવાજમાં ‘સવેરો કા મેરે તુ સૂરજ લાગે’ ગીત સંભળાઈ રહ્યું છે.

કેટલાક જ દિવસ પહેલા શેર કરાયેલા આ વીડિયોને 1 લાખથી વધારે લોકોએ લાઈક કર્યો છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, અંતની રાહ જુઓ. વીડિયો જોનાર એક યુઝરે લખ્યું, ભાઈ- હવે જિમ જાવ. અન્ય એક યુઝરે લખ્યું, ભાઈ હું ચાની દુકાન ખોલવા જઈ રહ્યો છું. જ્યારે અન્ય એકે લખ્યું, અને અહીં ડોલી ભાઈ પીગળી ગયા.

 

View this post on Instagram

 

A post shared by D🫖LLY (@dolly_ki_tapri_nagpur)

Shah Jina