...
   

બોલિવુડની વધુ એક પ્રખ્યાત સિંગર બંધાઇ લગ્નના બંધનમાં, બ્લશ પિંક આઉટફિટમાં ક્યુટ જોવા મળ્યુ કપલ

બોલિવુડની વધુ એક પ્રખ્યાત ગાયિકાએ કર્યા લગ્ન, શેરશાહના ‘રાતાં લંબિયાં’ ગીત દ્વારા થઇ હતી ફેમસ

Asees Kaur Wedding: આમ તો સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી સ્ટારર ફિલ્મ ‘શેરશાહ’ના તમામ ગીતો ખૂબ જ લોકપ્રિય થયા છે પણ એક ગીત ‘રાંતા લંબિયાં…’ કે જે ખૂબ જ લોકપ્રિય થયુ હતું અને આ ગીતના ફીમેલ વર્ઝનને સિંગર અસીસ કૌરે અવાજ આપ્યો છે તે બોલિવૂડની પ્લેબેક સિંગર લાઈમલાઈટમાં આવી છે અને તેનું લાઇમલાઇટમાં આવવાનું કારણ કોઈ નવું ગીત કે ફિલ્મ નહીં પરંતુ તેની અંગત જિંદગી છે.

સિંગરે તેના બોયફ્રેન્ડ ગોલ્ડી સોહેલ સાથે લગ્ન કર્યા છે અને તેમના લગ્નની તસવીરો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યા બાદ સિંગર ઘણી ચર્ચામાં છે. અહેવાલમાં કહેવામાં આવી રહ્યું છે કે અસીસ કૌરના લગ્નનું ફંક્શન ખાનગી હતું. તેના લગ્નમાં માત્ર પરિવારના સભ્યો અને નજીકના લોકોએ જ હાજરી આપી હતી. બંનેએ આ વર્ષે જાન્યુઆરીમાં તેમની સગાઈની જાહેરાત કરી હતી અને તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી, જેમાં બંને ગુરુદ્વારામાં સાથે બેઠેલા જોવા મળ્યા હતા.

ત્યારે હવે કપલ લગ્નના બંધનમાં પણ બંધાઇ ગયુ. અસીસે કહ્યું કે, ‘તેના માટે આ વર્ષ શાનદાર રહ્યું છે.’ તેમની પ્રેમ કહાનીની શરૂઆત હાર્ટબ્રેક ગીત પર સ્ટુડિયો સેશનથી થઈ હતી. આટલું જ નહીં, સમાચારમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે અસીસ અને ગોલ્ડી એકબીજાને લાંબા સમયથી ઓળખીએ છીએ. બંને લગભગ 7 વર્ષથી રિલેશનમાં છે.

અસીસ કૌર અને ગોલ્ડી સોહેલના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તસવીરોમાં જોઈ શકાય છે કે દુલ્હને બ્લશ પિંક લહેંગા પહેર્યો છે અને આ સાથે સોહેલે મેચિંગ શેરવાની પહેરી છે. આમાં બંનેનો લુક જોતા જ બની રહ્યો છે. કપલ આ લુકમાં એકસાથે ખૂબ જ ક્યૂટ લાગી રહ્યું છે. ફોટામાં કપલ વચ્ચેની રોમેન્ટિક કેમિસ્ટ્રી પણ જોવા મળી છે.

અસીસે કહ્યુ કે, લગ્નની તૈયારીઓનો સંપૂર્ણ શ્રેય મારી બહેન દીદારને જાય છે કારણ કે હું અને ગોલ્ડી કામમાં ખૂબ જ વ્યસ્ત હતા. લગ્ન પછી, અમે અમૃતસરના સુવર્ણ મંદિરમાં આશીર્વાદ લેવા જઈશું, પછી આવતા મહિને લંડનમાં મારા શો પછી અમે હનીમૂન પર જઈશું. ગોલ્ડી સોહેલની વાત કરીએ તો, તેણે બોલિવૂડના ઘણા ગીતો કમ્પોઝ કર્યા છે.

અસીસ કૌરે બોલિવૂડ ફિલ્મો પહેલા ઘણા રિયાલિટી શોમાં પોતાના અવાજથી લોકોના દિલ જીત્યા હતા. અસીસ કૌરે ઈન્ડિયન આઈડલમાં પણ ભાગ લીધો હતો. આ શોમાં અસીસના અવાજના ખૂબ વખાણ પણ થયા હતા.

Shah Jina