રશ્મિ દેસાઇનો આ લુક જોઇ ફિદા થયા ફેન્સ, ઇયરિંગ્સે જમાવ્યુ આકર્ષણ, જુઓ તસવીરો
અભિનેત્રી રશ્મિ દેસાઇને હાલમાં જ મુંબઇમાં સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાનનો તેનો લુક ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો.
રશ્મિ દેસાઇ ટીવી અભિનેત્રી છે અને તે બિગબોસમાં પણ જોવા મળી છે. તે તેના સ્ટાઇલિશ લુકને લઇને ઘણી ચર્ચામાં રહે છે. થોડા સમય પહેલા જ અભિનેત્રીનો બ્રાઇડલ લુક ઘણો ચર્ચામાં રહ્યો હતો ત્યારે ફરી એક વાર તે તેના લુકને લઇને ચર્ચામાં આવી છે.
રશ્મિ આ વખતે ઘણી જ અલગ અંદાજમાં સ્પોટ થઇ હતી. રશ્મિ દેસાઇને જૂહુમાં સ્પોટ કરવામાં આવી હતી. તેણે આ દરમિયાન ફૂલ સ્લિવ સાથે મેચિંગ શોર્ટ્સ કેરી કર્યા હતા.
આ દરમિયાન રશ્મિના લુકથી વધારે તેના ઇયરિંગ્સ ચર્ચામાં રહ્યા હતા. તેના ઇયરિંગ્સ પર કિલિંગ ઇટ (KILLIN’IT) નું ટેગ હતું. તે તેના ઇયરિંગ્સ કંઇક અલગ અંદાજમાં ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
તેણે મિનિમલ મેકઅપ કર્યો હતો. આ સાથે જ તેણે બ્રાઇટ પિંક લિપ્સ અને વાળને મેસીબનમાં રાઉન્ડ કર્યા હતા.
રશ્મિના કરિયરની વાત કરવામાં આવે તો તેણે ટીવીના પોપ્યુલર શો ઉતરન અને દિલ સે દિલ તકમાં કામ કર્યુ છે. તેમા તેના પાત્રને પણ ઘણું પસંદ કરવામાં આવ્યુ હતું. આ સાથે તે બિગબોસ 13માં પણ જોવા મળી હતી. તેમાં તેણે દર્શકોને ખૂબ જ એન્ટરટેન કર્યા હતા.
તમને જણાવી દઇએ કે, રશ્મિ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને તે અવાર-નવાર તેની તસવીરો પોસ્ટ કરતી રહે છે. સોશિયલ મીડિયા પર તેની તસવીર આવતાની સાથે જ વાયરલ થઇ જાય છે.