ભાંગડા કરતા જોવા મળ્યા ધર્મેંદ્ર, ઘોડી પર બેસી પિતા સની દેઓલ, કાકા બોબી દેઓલ અને દાદા ધર્મેંદ્ર સાથે જાન લઇને પહોંચ્યો કરણ દેઓલ
બોલિવૂડ એક્ટર સની દેઓલ અને તેના દેઓલ પરિવારમાં થોડા દિવસ જશ્નનો માહોલ હતો. ગઇકાલે એટલે કે રવિવારે સની દેઓલનો દીકરો કરણ દેઓલ તેની લોન્ગ ટાઇમ ગર્લફ્રેન્ડ દ્રિશા આચાર્ય સાથે લગ્નના બંધનમાં બંધાયો. કરણ તેની દુલ્હનને લેવા ઘોડી પર બેસીને જાન લઈને ગયો હતો.
આ ખાસ અવસર પર દીકરા સાથે સની દેઓલ પણ જોવા મળ્યો હતો અને આ દરમિયાન દેઓલ પરિવારની ત્રણ પેઢી એકસાથે જોવા મળી હતી. વરરાજા કરણ ઓફ વ્હાઈટ શેરવાની અને સાફામાં ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો હતો. સની દેઓલે સફેદ કુર્તા-પાયજામા સાથે પેસ્ટલ ગ્રીન લોંગ કોટ અને લાલ પાઘડી પહેરી હતી.
કરણ દેઓલની જાનમાં ધર્મેન્દ્ર પણ બ્રાઉન કોટ-પેન્ટમાં દેખાયા હતા અને તેમણે પણ ભાંગડા કર્યા હતા. લગ્ન પહેલા કરણ અને દ્રિશાની સંગીત સેરેમી યોજાઇ હતી, જેમાં સની દેઓલ ‘ગદર’ના તારા સિંહના લુકમાં પહોંચ્યો હતો. સનીએ પુત્રના સંગીતને ખાસ બનાવવામાં કોઈ કસર છોડી ન હતી. તેણે ‘મેં નિકલા ગડી લેકે’ પર દમદાર પરફોર્મન્સ આપ્યું હતું, જેનો વીડિયો પણ વાયરલ થયો હતો.
આ ઉપરાંત ધર્મેન્દ્રએ પણ કરણ અને દ્રિશા આચાર્યની સંગીત સેરેમનીમાં જોરદાર ડાન્સ કર્યો હતો. તેમણે ‘યમલા પગલા દીવાના’ પર ડાન્સ કરીને સ્ટેજ પર આગ લગાવી દીધી હતી. કરણ દેઓલ અને દ્રિશા આચાર્યની સંગીત સેરેમનીમાં રણવીર સિંહે પણ એન્ટ્રી કરી હતી અને આ દરમિયાનનો તેનો વીડિયો પણ સામે આવ્યો છે.
પેપરાજી વિરલ ભયાણી દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં અભિનેતા રણવીર સિંહ કરણ દેઓલ અને દ્રિશા આચાર્ય સાથે સ્ટેજ પર જોવા મળે છે. જ્યારે બેકગ્રાઉન્ડમાં લાઈવ મ્યુઝિક સંભળાઈ રહ્યું છે. વીડિયોમાં રણવીર સિંહ કરણ દેઓલને ખોળામાં લઈ નાચતો જતો જોવા મળે છે. જ્યારે વરરાજા પણ હાથ ઉંચા કરીને ડાન્સ કરી રહ્યો છે.
આ વીડિયો જોઈને ફેન્સ રણવીર સિંહના વખાણ કરતા થાકતા નથી. એક યુઝરે લખ્યું, રણવીર સિંહ ખૂબ જ શાનદાર વ્યક્તિ છે. હંમેશા ખુશ રહો અને બીજાને પણ ખુશ રાખો. અન્ય યુઝરે લખ્યું, હંમેશા એનર્જેટિક. એક બીજા યુઝરે લખ્યું, ભલે લોકો તેમના ડ્રેસ અને એનર્જી માટે ટ્રોલ કરશે. પરંતુ તે ખૂબ જ સ્વીટ વ્યક્તિ છે.
View this post on Instagram
આ સિવાય ફેન્સે કોમેન્ટમાં હાર્ટ અને ફાયર ઈમોજી શેર કર્યા છે.જણાવી દઇએ કે, કરણ દેઓલ પણ પિતા, કાકા અને દાદાની જેમ ફિલ્મી દુનિયામાં પોતાની ઓળખ બનાવવામાં વ્યસ્ત છે. તેણે ફિલ્મ ‘પલ પલ દિલ કે પાસ’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. તે ટૂંક સમયમાં ‘અપને 2’ અને ‘દેખો જરા’માં જોવા મળશે.
View this post on Instagram
અભિનય ઉપરાંત કરણે ‘યમલા પગલા દિવાના 2’ થી આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે પણ ડેબ્યુ કર્યું હતુ. આ સિવાય તે વેલે ફિલ્મમાં પણ જોવા મળ્યો છે. કરણ અને દ્રિશા બાળપણના મિત્રો છે. દ્રિશા રોય પ્રખ્યાત ફિલ્મ નિર્માતા બિમલ રોયની પૌત્રી છે. ધર્મેન્દ્રએ બિમલ રોયની ફિલ્મ બંદીનીમાં પણ કામ કર્યું છે. દ્રિશાનો પરિવાર દુબઈમાં રહે છે.
View this post on Instagram