પહેલા વીકેંડ પર જ ‘આદિપુરુષ’નો ધમાકો, પહેલા જ દિવસે કમાણીના મામલામાં તોડ્યો શાહરૂખની ‘પઠાણ’નો રેકોર્ડ

આલોચનાઓ વચ્ચે પણ પઠાણને પછાડી ‘આદિપુરુષ’ ફિલ્મે લીધી વર્ષની મોટી ઓપનિંગ, પ્રભાસની ફિલ્મ બોવિલુડમાં પહેલીવાર લાંઘ્યો 100 કરોડનો પહાડ

Adipurush Box Office Collection: દિગ્દર્શક ઓમ રાઉતને તેમની રામાયણ આધારિત ફિલ્મ ‘આદિપુરુષ’ માટે ભલે ગમે એટલી ટીકાઓ મળી રહી હોય, પરંતુ બોક્સ ઓફિસ કલેક્શન ઘણુ આગળ વધી રહ્યુ છે. પ્રભાસ, ક્રિતી સેનન અને સૈફ અલી ખાન સ્ટારર ફિલ્મ ‘આદિપુરુષ’એ શુક્રવારે મોટી કમાણી કરી. પહેલા જ દિવસે આ ફિલ્મ માટે લોકોમાં એટલો ક્રેઝ હતો કે બોક્સ ઓફિસ પર આ ફિલ્મે બોલિવૂડ ઈન્ડસ્ટ્રી માટે શાનદાર રેકોર્ડ બનાવ્યા.

ત્યાં શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ એ થિયેટરોમાં બોલિવૂડની રેકોર્ડ બુકને સંપૂર્ણપણે ફેરવી દીધી. જ્યારે શાહરૂખ ખાનની પઠાણ 2023ની શરૂઆતમાં રિલીઝ થઈ ત્યારે તેણે તેની કમાણીથી બધાને ચોંકાવી દીધા હતા. પરંતુ પ્રભાસની આદિપુરુષની કમાણી શાહરૂખ ખાનની પઠાણ કરતા વધુ ઝડપથી આગળ વધતી દેખાઈ રહી છે. ભારતમાં વિરોધ છતાં પણ આ ફિલ્મને સારું કલેક્શન મળી રહ્યું છે અને વિદેશોમાં પણ ફિલ્મ સારી કમાણી કરી રહી છે.

ઓમ રાઉત દ્વારા નિર્દેશિત આ ફિલ્મે તેની રિલીઝના બે દિવસમાં જ 250 કરોડથી વધુની કમાણી કરી હતી. હવે ફિલ્મની કમાણીના લેટેસ્ટ આંકડા સામે આવ્યા છે. Sacnilkના અહેવાલો અનુસાર, ફિલ્મે તેની રિલીઝના ત્રીજા દિવસે ભારતમાં 60 કરોડથી વધુ કમાણી કરી છે. આ કલેક્શન વિવિધ ભાષાનું છે. આ સંદર્ભમાં ફિલ્મનું ત્રણ દિવસનું કલેક્શન 300 કરોડને પાર કરી ગયું છે.

જ્યારે ઓવરસીઝ કલેક્શન સહિત ફિલ્મે તેની રિલીઝના 3 દિવસમાં 340 કરોડની કમાણી કરી લીધી છે. જો આવી સ્થિતિમાં જોવામાં આવે તો અત્યાર સુધી ફિલ્મ 300 કરોડનો આંકડો પાર કરી ચૂકી છે, પરંતુ ત્રીજા દિવસના આંકડામાં વધુ વધારો થશે. આ સાથે ફિલ્મે ભારતમાં 3 દિવસના કલેક્શનના મામલે પઠાણને પાછળ છોડી દીધી છે.

પઠાણે રિલીઝના પહેલા ત્રણ દિવસમાં 57 કરોડ, 70 કરોડ અને 39 કરોડની કમાણી કરી હતી. બીજી તરફ જો આદિપુરુષની વાત કરીએ તો ફિલ્મે રિલીઝના ત્રણ દિવસમાં 86.75 કરોડ, 65.25 કરોડ અને 64 કરોડની કમાણી કરી લીધી છે. શાહરૂખ ખાનની પઠાણે ત્રણ દિવસમાં 166 કરોડ અને પ્રભાસ સ્ટારર આદિપુરુષે ત્રણ દિવસમાં 216 કરોડની કમાણી કરી છે.

રિલીઝ પહેલા ‘આદિપુરુષ’ના હિન્દી વર્ઝનમાંથી નક્કર કમાણી થવાની અપેક્ષા હતી. પરંતુ આ ફિલ્મે માત્ર એક વર્ઝનમાં નહીં પણ અનેક અલગ-અલગ પ્રકારના રેકોર્ડ બનાવ્યા છે. શાહરૂખ ખાનની ‘પઠાણ’ને મેકર્સ દ્વારા હિન્દી, તમિલ અને તેલુગુમાં રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મે હિન્દીમાં સૌથી વધુ રેકોર્ડ બનાવ્યા, જેમાં બોલિવૂડ માટે ટોપ હિન્દી ઓપનિંગનો રેકોર્ડ પણ સામેલ છે.

Shah Jina