‘આદિપુરુષ’ને લઇને બવાલ વચ્ચે સીતાના રૂપમાં દીપિકા ચિખલિયા આવી સામે, ચાહકો બોલ્યા- આમના આગળ બધા જ ફેલ- એક રીલ ફિલ્મ પર ભારી

પબ્લિક ડિમાન્ડ પર ‘રામાયણ’ની સીતાએ શેર કર્યો વીડિયો, લોકો બોલ્યા- તમારી આ રીલ પુરી આદિપુરુષ પર ભારી પડશે, આમના આગળ બધા જ ફેલ

‘આદિપુરુષ’ ફિલ્મને લઇને રામાનંદ સાગરની ‘રામાયણ’માં રામનું પાત્ર ભજવનાર અરુણ ગોવિલ અને લક્ષ્મણ સુનીલ લાહિરીની પ્રતિક્રિયા આવી હતી. ત્યારે હવે રામાયણમાં સીતાનું પાત્ર ભજવી ચૂકેલ એક્ટ્રેસ દીપિકા ચીખલીયાએ એક રીલ શેર કરી છે. જેમાં બેકગ્રાઉન્ડમાં આદિપુરુષનું ગીત વાગી રહ્યુ છે અને દીપિકા ચિખલિયા સીતાજીના ગેટઅપમાં છે.

તેમણે આ પોસ્ટ શા માટે કરી તેનો પણ ખુલાસો કર્યો છે.દીપિકાની આ પોસ્ટ પર ફેન્સ ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે. લોકોએ લખ્યું કે આ એક રીલ આખી આદિપુરુષ પર ભારે પડશે. લોકો હજુ પણ સોશિયલ મીડિયા પર આદિપુરુષ ફિલ્મ પર પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે.

આ દરમિયાન ટીવી સિરિયલ રામાયણમાં સીતાનું પાત્ર ભજવનાર દીપિકા ચીખલિયાએ એક વીડિયો ક્લિપ શેર કરી છે. જેમાં તે સીતાના ગેટઅપમાં છે. દીપિકાએ સીતા માતાની સાડી પહેરી છે અને માંગમાં સિંદૂર તેમજ કપાળ પર મોટો ચાંદલો કર્યો છે.આ ઉપરાંત તેમના માથા પર પલ્લુ પણ છે. દીપિકા ચિખલિયાએ પોસ્ટ શેર કરતા લખ્યું, આ પોસ્ટ પબ્લિક ડિમાન્ડ પર છે…

સીતાના રોલ માટે મને જે પ્રેમ મળ્યો છે તેના માટે હું હંમેશ માટે આભારી છું… સીતાના રોલમાં હું આનાથી વધુ કંઈ માગી શકતી નથી. આ વીડિયો જોઇ એક યુઝરે લખ્યુ- તમારી આ એક રીલ… આખી આદિપુરુષ પર ભારી. જો કે, આ કમેન્ટ પર ઘણા લોકોએ પોતાની સંમતિ વ્યક્ત કરી છે.બીજા એક યુઝરે કમેન્ટમાં લખ્યુ- આજકાલ અભદ્ર લોકો સીતાની ભૂમિકા ભજવી રહ્યા છે.

ત્યાં અન્ય એકે લખ્યું, તમે કળિયુગની માતા સીતા છો. જણાવી દઈએ કે આદિપુરુષની રિલીઝ બાદ હોબાળો મચેલો છે. લોકો ફિલ્મના કેટલાક ડાયલોગ્સ અને તેમાં બતાવવામાં આવેલા સીન પર નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. સીતાના રોલમાં કૃતિ સેનન પણ ટ્રોલ થઈ રહી છે. ટ્રોલિંગ બાદ મેકર્સે વિવાદાસ્પદ નિવેદનો બદલવાની જાહેરાત પણ કરવામાં આવી છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

ઓમ રાઉતના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘આદિપુરુષ’ ઘણા વિવાદોમાં ફસાયેલી છે. લોકો ફિલ્મના ડાયલોગ્સથી લઇને VFX અને ઘણા સીન ઉપરાંત એક્ટર્સ સામે પણ વાંધો ઉઠાવી રહ્યા છે. ફિલ્મમાં રામ અને સીતાની ભૂમિકા પ્રભાસ અને કૃતિ સેનન દ્વારા ભજવવામાં આવી છે જ્યારે રાવણની ભૂમિકા સૈફ અલી ખાને ભજવી છે.

Shah Jina