ફિલ્મ “હેરા ફેરી”ની આ ટેણકી યાદ છે તમને ? જેને બાબુરાવ પાસે માંગ્યું હતું કેળું ? હવે 17 વર્ષ બાદ બદલાઈ ગયા છે રૂપ રંગ, દેખાય છે એવી કે જોતા જ રહી જશો, જુઓ તસવીરો

બોલીવુડની સૌથી લોકપ્રિય ફિલ્મ “હેરા ફેરી”માં અભિનય કરનારી આ 8-9 વર્ષની બાળકી આજે પહોંચી ગઈ છે 26ની ઉંમરે, સુંદરતા એવી છે કે જેને જોઈ લોકો દીવાના બની જાય

Hera Feri Girl Angelina Idnani pic : આપણે અત્યાર સુધી ઘણી બધી ફિલ્મો જોઈ હશે. જેમાં કેટલીક ફિલ્મો એવી હશે જેને વારંવાર જોવાનું મન થયા કરે. એવી જ એક ફિલ્મ હતી “હેરા ફેરી” જેને દર્શકોનું ખુબ જ પ્રેમ મળ્યો અને આજે પણ આ ફિલ્મ એટલી જ પોપ્યુલર છે. આ ફિલ્મના બે ભાગ અત્યાર સુધી આવી ગયા અને હવે ટૂંક સમયમાં ત્રીજો ભાગ પણ આવશે.

આ ફિલ્મના ગીતો અને ખાસ કરીને પરેશ રાવલે ભજવેલી બાબુરાવની ભૂમિકાને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. આ સિવાય અક્ષય કુમાર દ્વારા ભજવવામાં આવેલ રાજુ અને સુનીલ શેટ્ટીનું શ્યામનું પાત્ર આજે પણ દર્શકોના મનમાં છે. આ ફિલ્મના ઘણા ડાયલોગ પણ ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા.

આ સિવાય ફિલ્મ ‘ફિર હેરા ફેરી’માં રાયમા સેન, બિપાશા બાસુના અભિનયને પણ દર્શકોએ પસંદ કર્યો હતો. આ ઉપરાંત દર્શકો હજી પણ આ ફિલ્મના અન્ય કલાકારને યાદ કરે છે. આ ફિલ્મમાં એક નાની છોકરીએ બાળ કલાકાર તરીકે કામ કર્યું છે, તે મજાકમાં ‘કુકુડુકુ’ બોલતી બતાવવામાં આવી છે.

છોકરીનું કેટલાક ગુંડાઓ દ્વારા અપહરણ કરવામાં આવે છે, તેમને છેતરે છે અને તેમની ચુંગાલમાંથી છટકી જાય છે. આ પછી તે અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલને મળે છે. છોકરીને ખૂબ ભૂખ લાગી છે અને તે તેમની પાસેથી કેળું માંગે છે. તેના ચહેરા પરના નિર્દોષ હાવભાવ જોઈને ત્રણેય તેને ખવડાવે છે.

ફિલ્મનો આ સીન ખૂબ જ પ્રખ્યાત હતો. આ બાળકીનું નામ એન્જેલીના ઈદનાની છે. એન્જેલિના ઈદનાની હવે મોટી થઈ ગઈ છે અને ખૂબસૂરત લાગે છે. એન્જેલીના ઇદનાનીએ 2006માં રિલીઝ થયેલી ફિલ્મ ‘હેરા ફેરી’થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી.

આ પછી એન્જેલિનાએ ફિલ્મ ‘તારા રમ પમ’માં પણ કામ કર્યું હતું. આ ફિલ્મમાં રાની મુખર્જી અને સૈફ અલી ખાન તેના મમ્મી પાપાના રોલમાં દેખાયા હતા. તારા રમ પમ બાદ તેણે કોઈ ફિલ્મમાં કામ નથી કર્યું. આ બંને ફિલ્મોમાં તેના કામને લોકોએ ખૂબ પસંદ કર્યો અને તે બોલિવૂડમાં લોકપ્રિય બની.

Niraj Patel