જાણો કઇ હાલતમાં છે રણબીર કપૂરની એક્સ ગર્લફ્રેન્ડ્સ, કોઇ છે પ્રેગ્નેટ તો કોઇએ કર્યા થોડા દિવસો પહેલા જ લગ્ન

આ દિવસોમાં બીટાઉનના કોરિડોરમાં લોકપ્રિય અને ક્યુટ કપલમાંના એક આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નની ચર્ચાઓ ચાલી રહી છે. રણબીર અને આલિયા બંને આજે એટલે કે 14 એપ્રિલના રોજ હવે કાયમ માટે એક થઇ જશે. તેઓના લગ્ન કેટલાક રીપોર્ટ્સ અનુસાર 3 વાગ્યા આસપાસ શરૂ થવાના છે. કપલના લગ્ન કોઈ ડ્રીમ વેડિંગ વેન્યુ પર નહીં, પરંતુ આરકે હાઉસમાં થવાના છે. સેલેબ્સ પણ વેડિંગ વેન્યુ પર પહોંચવા લાગ્યા છે.

રણબીર અને આલિયાને એક બનતા જોવા માટે ચાહકો આતુર છે. બોલિવૂડનો હેન્ડસમ હંક રણબીર કપૂર આખરે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યો છે. પરંતુ જણાવી દઇએ કે, આલિયા ભટ્ટ સાથે રિલેશનશિપમાં આવતા પહેલા તેનું નામ બોલિવૂડની ઘણી હસીનાઓ સાથે જોડાઈ ચૂક્યું છે. ત્યારે રણબીર કપૂરના લગ્નના અવસર પર જાણો તેની એક્સ ગર્લફ્રેન્ડ શું કરી રહી છે અને કઈ હાલતમાં છે.

1.દીપિકા પાદુકોણ : રણબીર કપૂર અને દીપિકા પાદુકોણના પ્રેમ પ્રકરણની બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં ખૂબ જ ચર્ચા થઈ હતી. ફિલ્મ બચના એ હસીનોના સેટ દરમિયાન બંને એકબીજાને દિલ આપી બેઠા હતા. પરંતુ તેમના સંબંધોમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા અને અંતે તેઓ અલગ થઈ ગયા.જોકે રણબીર દીપિકાના બ્રેકઅપ બાદ દીપિકા ડિપ્રેશનમાં ચાલી ગઈ હતી.

દીપિકા પોતે પણ ઘણી વખત ઇન્ટરવ્યુમાં આ વિશે વાત કરતી જોવા મળી છે. દીપિકાએ 14 નવેમ્બર 2018ના રોજ રણવીર સિંહ સાથે લગ્ન કર્યા હતા અને હાલમાં બંને એકબીજા સાથે હેપ્પી મેરિડ લાઈફ માણી રહ્યા છે.

2.કેટરીના કૈફ : દીપિકા પાદુકોણ પછી જો રણબીર કપૂરના અન્ય કોઈ અભિનેત્રી સાથેના અફેરની ખૂબ ચર્ચા થઈ હતી તો તે હતી કેટરિના કૈફ. તેમના સંબંધોની શરૂઆત અજબ પ્રેમ કી ગજબ કહાનીના શૂટિંગ દરમિયાન થઈ હતી. તે બંને તેમના સંબંધોને લઈને ખૂબ જ ગંભીર હતા અને કેટરિના કૈફ પણ એકવાર કપૂર પરિવારના ક્રિસમસ લંચમાં સામેલ થઈ હતી.

પરંતુ તેમના સંબંધોમાં ઘણી સમસ્યાઓ હતી અને તેમની છેલ્લી ફિલ્મ જગ્ગા જાસૂસના શૂટિંગ દરમિયાન બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું.કેટરીનાએ રણબીર સાથેના બ્રેકઅપ બાદ 9 ડિસેમ્બર 2021ના રોજ વિકી કૌશલ સાથે લગ્ન કર્યા હતા.

3.સોનમ કપૂર : સોનમ કપૂર અને રણબીર કપૂરે ડેબ્યુ કરતા પહેલા સંજય લીલા ભણસાલીની બ્લેક ફિલ્મમાં અસિસ્ટ કર્યુ હતુ. સમાચાર મુજબ, સોનમ કપૂર અને રણબીર કપૂર ફિલ્મ સાંવરિયા દરમિયાન એકબીજાની નજીક આવ્યા હતા, ત્યારબાદ બંનેએ એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. પરંતુ તેમનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં અને તૂટી ગયો.સોનમ કપૂરે 8 મે 2018ના રોજ બિઝનેસમેન આનંદ આહુજા સાથે લગ્ન કર્યા અને હવે સોનમ કપૂર તેના પહેલા બાળક સાથે ગર્ભવતી છે.

Shah Jina