14 વર્ષ બાદ ‘મોટો માણસ’ બનીને આવ્યો, માતાએ ગળે લગાવ્યો તો આંખો ભરાઇ ગઇ
કોઇ વ્યક્તિના પાછા આવવાની ઉમ્મીદ ન હોય અને તે એકદમ જ તમારી સામે આવી જાય તો ! રંગોનો તહેવાર ખૂબ જ નજીક આવી રહ્યો છે અને તેવામાં બસ હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે હરદોઇના સાંડી વિકાસ ખંડના ગામ ફિરોઝાપુરના એક પરિવાર સાથે આવુંજ કંઇક થયુ, કે ખુશીઓનો રંગ વરસવા લાગ્યો.
14 વર્ષ બાદ હોળી પર પુત્ર ઘરે આવતા ઘરમાં ખુશીઓનો માહોલ છે. સૈતિયાપુરના ફિરોઝપુર નિવાસી સરજૂ ખેતી કરે છે. તેમની પત્ની સીતા ઘરેલૂ મહિલા છે. હવે તે લગભગ 14 વર્ષ પહેલા સરજૂ અને સીતાનો પુત્ર રિંકૂ ઘરથી કંઇ પણ કહ્યા વગર ચાલ્યો ગયો હતો. લાપતા પુત્ર રિંકૂને શોધમાં પરિવારે ખુબ જ મહેનત કરી પરંતુ આર્થિક સ્થિતિ સારી ન હોવાના કારણે તેઓ હારી ગયા હતા.
આ કોઇ ફિલ્મની કહાની નથી, પરંતુ ઉત્તરપ્રદેશના હરદોઇ જિલ્લાની એક સાચી કહાની છે. જિલ્લા મુખ્યાલય 15 કિમી દૂર સાંડી પોલિસ સ્ટેશનના ગામ સૈતિયાપુરના ફિરોઝાપુરના રહેવાસી સરજૂ અને સીતાનો દીકરો રિંકૂ ઘરે કંઇ પણ કહ્યા વગર 14 વર્ષ પહેલા જતો રહ્યો હતો.
શનિવારે રાત્રે રિંકુ નામ બદલીને અને વેશભૂષા સાથે ગામમાં પહોંચ્યો. તેણે તેની ઓળખ બતાવી તો માતાએ તેને એક જ ઝાટકે ગળે લગાવી દીધો અને ખૂબ જ રોઇ. રિંકૂ છેલ્લા 14 વર્ષથી પંજાબમાં હતો અને તેણે બે-ત્રણ ટ્રક પણ ખરીદ્યા છે. તેની એક ટ્રક ઘનબાદમાં દુર્ઘટનાગ્રસ્ત થઇ ગઇ. તે તેની લગ્ઝરી ગાડીથી ઘનબાદ જઇ રહ્યો હતો અને રસ્તામાં હરદોઇ આવવાથી તેને બધુ યાદ આવી ગયુ. જો કે, તે તેના પિતાનું નામ યાદ કરી શક્યો ન હતો. પરંતુ ગામ નિવાસી સૂરત યાદવનું નામ તેને યાદ હતું.
ગામ પહોંચીને તે સૂરત પાસે ગયો અને સૂરતે તેને તરત જ ઓળખી લીધો અને તેને તેના ઘરે લઇ ગયો અને પરિવાર સાથે મળાવ્યો. રિંકુનું નામ હવે ગુરુપ્રીત સિંહ થઇ ચૂક્યુ છે. તેની રહેણી કરણી પણ હવે સરદાર જેમ છે. ગોરખપુરનો રહેવાસી એક પરિવાર લુધિયાનમાં રહેતો હતો અને તે જ પરિવારની દીકરી સાથે રિંકુ ઉર્ફે ગુરુપ્રીતના લગ્ન થયા છે. રિંકુના માતા અને પિતાને જયારે તેના લગ્નની વાત ખબર પડી તો તેઓ ઘણા ખુશ થઇ ગયા હતા.
રિંકૂ ઉર્ફે ગુરૂપ્રીતની કહાની ખુબ જ ફિલ્મી છે. રિંકૂનું કહેવું છે કે, અભ્યાસમાં ઠપકો મળતા તે નવા કપડા ઉપર જૂના કપડા પહેરી ઘરેથી ચાલ્યો ગયો હતો. એક ટ્રેનમાં બેસીને તે લુધિયાણા પહોંચી ગયો હતો. ત્યાં તેને એક સરદારજી મળ્યા હતા. આ સરદારે તેને પોતોની ટ્રાન્સપોર્ટ કંપનીમાં કામ આપ્યું. અહિંયા કામ કરતા-કરતા તે ટ્રક ચલાવતા શીખી ગયો અને ધીરેધીરે તે કેટલાક ટ્રકનો માલિક પણ બની ગયો.
26 વર્ષનો રિંકૂ ઉર્ફે ગુરૂપ્રીતને તેની માતા સિતા ગળે લગાવીને કહે છે કે, ભલે જે કામ કરે પરંતુ હવે અમને છોડીને જતો નહીં. ગુરૂપ્રીત પણ આટલા વર્ષો બાદ ઘરે પહોંચ્યો તો કામધંધો છોડી રોકાઇ ગયો. જો કે કામધંધાની મજબૂરીઓના કારણે તેને રાત્રે મોડા નિકળવું પડ્યું. ગુરૂપ્રીત પણ પોતાના માતા-પિતાને મળી ખુબ જ ખુશ છે. તે પોતાના માતા-પિતા સાથે રહેવાની પણ આશા વ્યક્ત કરી રહ્યો છે.