60 વર્ષની ઉંમરમાં હોટ અપ્સરા સાથે રામ ગોપાલ વર્માની એવી તસવીરો અને વીડિયો થયા વાયરલ કે લોકો બોલ્યા- બ્યુટી અને બિસ્ટ

ફિલ્મ નિર્માતા રામ ગોપાલ વર્મા અલગ અલગ વિષયો પર ફિલ્મ બનાવવા માટે ખુબ ફેમસ છે.રામ ગોપાલ પોતાની ફિલ્મોની સાથે સાથે બોલ્ડ કન્ટેન્ટ અને પોતાની લાઈફ સ્ટાઇલને લીધે પણ ચર્ચામાં બનેલા રહે છે. રામ ગોપાલની નવી નવી ફિલ્મોની લોકો આતુરતાથી રાહ જોતા હોય છે એવામાં તેની આવનારી ફિલ્મ ‘ખતરા-ડેન્જરસ’ હાલમાં ચર્ચાનો વિષય બનેલી છે. હાલમાં રામ ગોપાલની અમુક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે જેમાં રામ ગોપાલ એક સુંદર હસીના સાથે દેખાઈ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Apsara✨ (@apsararaniofficial_)

જણાવી દઈએ કે રામ ગોપાલ સાથે દેખાઈ રહેલી આ હસીના અભિનેત્રી અપ્સરા છે. અપ્સરા રામ ગોપાલની ફિલ્મ ખતરા-ડેન્જરસમાં જોવા મળી હતી. આ ફિલ્મ એક લેસ્બિયન લવ સ્ટોરી પર આધારિત છે. સામે આવેલી તસ્વીરોમાં રામ ગોપાલ અપ્સરા સાથે એકદમ ક્લોઝ દેખાઈ રહ્યા છે. આવો તો જાણીએ કે આખરે કોણ છે આ અપ્સરા.

 

View this post on Instagram

 

A post shared by Apsara✨ (@apsararaniofficial_)

આ ફિલ્મમાં અપ્સરાએ એકથી એક બોલ્ડ સીન્સ આપ્યા છે જેને લીધે તેની ફેન ફોલોઇંગ પણ સતત વધી ગઈ છે. રિલીઝ પહેલા આ ફિલ્મ ખુબ વિવાદોમાં રહી હતી પણ પણ ફિલ્મના ટ્રેલર પછીથી અપ્સરાની લોકપ્રિયતા ખુબ વધી ગઈ છે. અપ્સરાએ અને રામ ગોપાલે એકબીજા સાથેની ઘણી તસવીરો અને વિડીયો શેર કર્યા છે જેમાં બંને એકબીજાની ખુબ જ નજીક દેખાઈ રહ્યા છે.બંનેનું સોશિયલ એકાઉન્ટ જોશો તો બંનેની સાથે અનેક તસવીરો જોવા મળશે. તસ્વીરોમાં રામ ગોપાલ અપ્સરા સાથે પાર્ટી એન્જોય કરતા તો ક્યારેય ફૂલનો ગુલગસ્તો આપતા પણ દેખાઈ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Apsara✨ (@apsararaniofficial_)

આ સિવાય બંનેએ અમુક હોટ ફોટોશૂટ પણ કરાવ્યું છે.તસવીરોને જોઈને ચાહકો આ જોડીને બ્યુટી એન્ડ બિસ્ટ જેવું નામ આપી રહ્યા છે. જણાવી દઈએ કે ભારતમાં પહેલી વાર લેસ્બિયન લવ સ્ટોરી પર આધારિત રામ ગોપાલની મોસ્ટ કોન્ટ્રોવર્શિયલ ફિલ્મ લાંબા વિવાદો બાદ 6 એપ્રિલના રોજ રિલીઝ થઇ ચુકી છે. જણાવી દઈએ કે ફિલ્મમાં નૈના ગાંગુલી પણ ખાસ કિરદારમાં હતી અને નૈના અને અપ્સરા એકબીજાની ખાસ મિત્રો પણ છે.

 

View this post on Instagram

 

A post shared by RGV (@rgvzoomin)

અપ્સરાનો જન્મ ઓડિશામાં થયો હતો અને તેણે પોતાનો અભ્યાસ દેહરાદૂનમાંથી પૂર્ણ કર્યો હતો.તે એક બેસ્ટ અભિનેત્રી હોવાની સાથે સાથે બેસ્ટ ડાન્સર પણ છે.હાલ અપ્સરા હૈદરાબાદમાં રહે છે.રામ ગોપાલે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે વર્ષ 1999માંઓડિશામાં આવેલા તુફાન વિશે ખુબ જ ઓછું જાણતા હતા પણ અપ્સરાને મળ્યા પછી તેને અહેસાસ થયો કે ઓડિશા ઘણા પ્રકારના તુફાન ક્રિએટ કરી શકે છે.અમુક લોકોને રામ ગોપાલની આ વાત પસંદ ન આવી હતી અને તેના આવા મંતવ્ય પર તેને ટ્રોલ પણ કરવામાં આવ્યા હતા.

Krishna Patel